હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 22nd September 2025
પહેલા નોરતે વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ :ગરબા આયોજકો અને ખેલૈયાઓની તૈયારીઓ પર પાણી ફર્યું
વાપી, ઉમરગામ, ધરમપુર અને કપરાડા જેવા તાલુકાઓમાં ચાલુ વરસાદને કારણે જાહેર માર્ગો પર પાણી ભરાઈ ગયાં: ઘણા સ્થળોએ ગરબા સ્થળો પર તાડપત્રી ઢાંકવાનો પ્રયાસ

વલસાડ: નવરાત્રીના પહેલી રાત્રે જ માં દુર્ગાના આરાધનાની સાથે વરસાદના અણસારોથી નવરાત્રિના રંગમાં તોળાઈ ગઈ. વહેલી સવારે શરૂ થયેલા વરસાદે વલસાડ જિલ્લાની વાતાવરણને ભીંજવી દીધું હતું, જેના કારણે જિલ્લાભરના ગરબા આયોજકો અને ખેલૈયાઓની તૈયારીઓ પર પાણી ફરી વળ્યું. હતું
વલસાડ શહેર તેમજ વાપી, ઉમરગામ, ધરમપુર અને કપરાડા જેવા તાલુકાઓમાં ચાલુ વરસાદને કારણે જાહેર માર્ગો પર પાણી ભરાઈ ગયાં છે. ખાસ કરીને મકાન ભાડે લઈને અથવા ખુલ્લા મેદાનમાં આયોજિત ગરબા મંડળો માટે આ પરિસ્થિતિ ચિંતાજનક બની છે.
હવામાન વિભાગે આગામી બે દિવસ ભારે વરસાદની શક્યતા દર્શાવી છે. જેના કારણે આયોજકોમાં વરસાદના કારણે ચિંતા જોવા મળી રહી છે. ઘણા સ્થળોએ ગરબા સ્થળો પર તાડપત્રી ઢાંકવાનો પ્રયાસ થયો છે. તો કેટલાંક આયોજકો આંતરિક હોલમાં કાર્યક્રમ ખસેડવાની યોજના બનાવી રહ્યા છે.
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
