હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન વિશ્વશાંતિ કેન્દ્ર શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર, ઘોડાસરનો ૩૪ મો પાટોત્સવ હર્ષોલ્લાસભેર ઉજવાયો ...
શ્રી મુક્તજીવન સ્વામીબાપાની ૧૧૮ મી પ્રાગટ્ય જયંતિ ઉજવાઈ...... : બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો....

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં વિશ્વશાંતિ કેન્દ્ર શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર, ઘોડાસરનો ૩૪ મો પાટોત્સવ તેમજ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની ૧૧૮ મી પ્રાગટ્ય જયંતિ હર્ષોલ્લાસભેર ઉજવાઈ હતી.
ત્રિદિવસીય મહોત્સવ અંગેની વિગત આપતાં મહંત સદ્ગુરુ શાસ્ત્રી ભગવત્પ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, પર્યાવરણ રક્ષણ અંગે તથા વધુ વૃક્ષારોપણ કરવા જણાવ્યું. *ગ્રંથરત્ન શ્રી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ* અંતર્ગત શિક્ષાપત્રીનું સંસ્કૃતમાં લેખન તથા વાંચન થયું. આ અણમોલ અવસરે શ્રી મુક્તજીવન સ્વામીબાપાનું ષોડશોપચારથી પૂજન, અર્ચન, વિવિધ ધાર્મિક ગ્રંથોની પારાયણ, પુષ્પ, શર્કરા, પુંગીફળ, શ્રીફળ, પેંડા, પંચમંગલ દ્રવ્યથી તુલાવિધિ, નિરાજન વિગેરે આધ્યાત્મિકસભર કાર્યક્રમો યોજાયા હતા.
તદ્દઉપરાંત આ પાવનકારી મંગલ પર્વે બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયો હતો.આ બ્લડ ડોનેશન કૅમ્પમાં ૧૦૨ દાતાશ્રીઓએ બ્લડ ડોનેટ કર્યું હતું .
આ મંગલકારી અવસરે પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે આશિર્વાદમાં જણાવ્યું હતું કે, મનુષ્ય પોતાના જીવનમાં સત્સંગ, સંસ્કાર અને નિર્વ્યસનીથી દીક્ષિત હશે તો તે ચોર્યાશી લાખ યોનીના ચક્કરમાં અટવાશે નહિ અને તેનામાં ભક્તિનો પ્રવાહ વિપુલ બનશે.
મહોત્સવમાં વરિષ્ઠ સંતમંડળ, ટ્રસ્ટીશ્રીઓ, દેશવિદેશથી હરિભક્તોનો મોટો સમૂહ, સંગીતકાર કિર્તીભાઈ વરસાણી વિગેરે મહાનુભાવો પધાર્યા હતા.
મહંત સદ્ગુરુ શાસ્ત્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
