હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચૈતર વસાવા આવશે જેલની બહાર, હાઈકોર્ટે આપ્યા જામીન
ડેડિયાપાડામાં પ્રવેશ ન કરવાની શરતે જામીન

અમદાવાદઃ AAPના ધારાસભ્ય ચૈતર વસાવા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવે ચૈતર વસાવા જેલની બહાર આવશે. ગુજરાત હાઈકોર્ટે ચૈતર વસાવાને શરતી જામીન આપ્યા છે. ATVT બેઠકમાં મારામારીની ફરિયાદ બાદ જેલમાં બંધ હતા, ત્યારે હવે ગુજરાત હાઈકોર્ટે ડેડિયાપાડામાં પ્રવેશ ન કરવાની શરતે જામીન આપ્યા છે.
આમ આદમી પાર્ટીના ગુજરાતના નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ છે. ચૈતર વસાવાએ મેજિસ્ટ્રેટ કોર્ટ અને સેશન્સ કોર્ટે જામીન અરજી નામંજૂર કરતા તેમણે ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી.
નોંધનીય છે કે, ધારાસભ્ય ચૈતર વસાવા સામે ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી કરી ધારાસભ્યની ધરપકડ કરી હતી. ડેડીયાપાડા ખાતે પ્રાંત કચેરીમાં લાફો મારવાના આરોપ હેઠળ ધારાસભ્ય ચૈતર વસાવા પાંચ જુલાઈથી જેલમાં છે. પાંચ જુલાઈ, ૨૦૨૫ના રોજ ડેડીયાપાડામાં તાલુકા સંકલનની બેઠક દરમિયાન ભાજપના તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા અને AAP ધારાસભ્ય વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. જે બાદ ચૈતર વસાવા પર આરોપ લાગ્યો કે તેમણે સંજય વસાવા પર મોબાઈલ ફોન અને કાચનો ગ્લાસ ફેંક્યો હતો. આ સાથે લાફો મારવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. જેથી સંજય વસાવાની ફરિયાદને આધારે, પોલીસે હત્યાના પ્રયાસ સહિતનો ગુનો નોંધી ચૈતર વસાવાની ધરપકડ કરી હતી.
આ કેસમાં ચૈતર વસાવાને સૌપ્રથમ રાજપીપળા કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. આ સમયે ચૈતર વસાવાના વકીલ અને ગોપાલ ઈટાલિયાને પોલીસે રોકતા પોલીસ અને વકીલ વચ્ચે દ્યર્ષણ સર્જાયુ હતુ. જેથી કોર્ટની બહાર પણ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને રાજકારણ ગરમાયું હતું. દરમિયાન ચૈતર વસાવાની જામીન અરજી રાજપીપળા કોર્ટે ફગાવી દીધી હતી અને પોલીસ દ્વારા માંગવામાં આવેલા પાંચ દિવસના રિમાન્ડને નકારી કાઢ્યા હતા. આ પછી આખો મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
