<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd September 2025

મણિકાકા સ્‍કૂલ ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં હિરામણી સ્‍કુલ વિજેતાઃ નરહરિ અમીનના અભિનંદન

 

રાજકોટઃ તા.ર૦, પાયોનિયર ક્રિકેટ એન્‍ડ સ્‍પોર્ટસ એકેડેવી, અમદાવાદ ખાતે યોજાયેલી શ્રી મણિકાકા સ્‍કૂલ ટુર્નામેન્‍ટ (અન્‍ડર-૧૪) (મલ્‍ટી ડે) મેચમાં હીરામણિ સ્‍કૂલ, અંકુર સ્‍કૂલને પહેલી ઇનિંગની લીડથી હરાવી વિજયી બની.

આ મેચમાં હીરામણિ સ્‍કૂલના જૈનમે ૧ રન આપી ૫ વિકેટ લીધી તથા ૧૬૭ બોલમાં ૧૯૯ રન કરતા ઓલરાઉન્‍ડર પ્રદર્શન કર્યું હતું અને આદિત્‍ય રાજગોરે ૫ રન આપી ૪ વિકેટ ઝડપી તથા કે. એન. આર્યને ૧૨૮ બોલમાં ૨૭૩ રન, હસ્‍ત પટેલે ૧૨૬ બોલમાં ૨૪૬ રન, વ્‍યોમ સોમપુરાએ ૭૦ બોલમાં ૧૨૪ રન કર્યા હતા, અંકુર સ્‍કૂલઃ ૧૧/૧૦ (૧૧.૧ ઓવર), હીરામણિ શાળાનાં જૈનમ ૧ રન આપી ૫ વિકેટ આદિત્‍ય રાજગોર ૫ રન આપી ૪ વિકેટ હીરામણિ સ્‍કુલ ૧૧૩૯/૬ (૧૦ર.૦ ઓવર) હીરામણિ શાળાનાં કે.એન.આર્યને ર૭૩ રન હસ્‍ત પટેલ-ર૪૬ રન જૈનમે-૧૯૯રન વ્‍યોમ-૧ર૪ રન થયા હતા. (૩પ-૧૭)  

(4:19 PM IST)