<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd September 2025

અમદાવાદ એરપોર્ટથી 8.5 કિલો હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત : હનોઈથી અમદાવાદ આવેલા બે ભારતીયોની કરાઈ ધરપકડ

એક કેરીયર પાસેથી 4.206 કિલો અને અન્ય પાસેથી 4.207 કિલો ગાંજો મળી આવ્યો

અમદાવાદ એરપૉર્ટ પર હાઇડ્રોપિનિક ગાંજા સાથે 2 ની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટથી 8.5 કિલો હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કરાયો છે. એક કેરીયર પાસેથી 4.206 કિલો અને અન્ય પાસેથી 4.207 કિલો ગાંજો મળી આવ્યો છે. હનોઈથી અમદાવાદ આવેલા બે ભારતીયોની કરાઈ ધરપકડ. સુરેશ મોરાસિયા અને કેવલ વિરડિયા સામે કસ્ટમ વિભાગની કાર્યવાહી કરવામાં આવી છે. પ્લાસ્ટિક બેગમાં વેક્યુમ કરીને લવાયેલા 8 પેકેટ જપ્ત કરાયા છે. AIU યુનિટને શંકા જતા બંને યાત્રીઓને રોકીને તેમની તપાસ કરાઈ હતી. બંને કેરીયર NDPS એક્ટ હેઠળ ધરપકડ કારવામાં આવી છે.

(6:54 PM IST)