<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd September 2025

RTI એક્ટિવિસ્ટ અને તેમના પત્નિને 4 લાખની લાંચ લેતા અમદાવાદ એસીબીએ ઝડપી પાડ્યા

પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પાસેથી RTI એક્ટિવિસ્ટ લાંચ લેતા ઝડપાયો

સાબરકાંઠામાં અમદાવાદ એસીબીએ કાર્યવાહી કરી છે. પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પાસેથી RTI એક્ટિવિસ્ટ લાંચ લેતા ઝડપાયો છે. એસીબીએ લાંચની રકમ લેવા પહોંચેલ દંપતિને ઝડપ્યા છે. કેતન પટેલ અને તેની પત્ની મીના પટેલ લાંચ લેતા ઝડપાયા. એસીબીમાં કરેલ અરજીનો નિકાલ કરવા 5 લાખ રુપિયાની માંગણી કરી હતી. એસીબીએ 4 લાખ રૂપિયા લાંચ લેતા ઝડપ્યા છે. ACB ટીમે ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

(7:06 PM IST)