હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 22nd September 2025
કાગવડથી ખોડલધામ સુધીની પદયાત્રા બાદ નરેશભાઈ પટેલનો ખોંખારો: કહ્યું-ખોડલધામના મંચ પર ક્યારેય રાજકારણ કરવું નહી
નરેશભાઈએ કહ્યું - ખોડલધામએ દુનિયામાં વસતા લેઉવા પટેલ સમાજની આસ્થાનું કેન્દ્ર છે. સમાજમાં મતભેદ હોય શકે છે પરંતુ મનભેદ ક્યારેય ન હોય શકે.

ખોડલધામ ખાતેથી નરેશભાઈ પટેલે મોટું નિવેદન કર્યું છે. ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલે પદયાત્રા સંપન્ન કર્યા બાદ બહુ સુચક નિવેદન કરતા કહ્યું કે, ખોડલધામના મંચ પર ક્યારેય રાજકારણ કરવું નહી. ખોડલધામ એક સામાજિક સંસ્થા છે. રાજકીય રીતે બધા અલગ હોય તો પણ ચૂંટણી પુરી થાય ત્યારબાદ આપણે એક થઇ જવું જોઇએ. ખોડલધામએ દુનિયામાં વસતા લેઉવા પટેલ સમાજની આસ્થાનું કેન્દ્ર છે. સમાજમાં મતભેદ હોય શકે છે પરંતુ મનભેદ ક્યારેય ન હોય શકે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે દર વર્ષની જેમ કાગવડથી ખોડલધામ સુધી પદયાત્રા યોજાઈ હતી. આ પદયાત્રામાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો અને રાજકીય અગ્રણીઓ જોડાયા હતા
(7:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
