<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd September 2025

નરેશભાઈ પટેલની આગેવાનીમાં કાગવડથી ખોડલધામ સુધી પદયાત્રા: ભાજપ-કોંગ્રેસ-આપના રાજકીય નેતાઓ જોડાયા

પદયાત્રા ખોડલધામ મંદિર ખાતે પહોંચ્યા બાદ ધ્વજારોહણ, મહાઆરતી, યજ્ઞ સહિતના કાર્યક્રમો યોજ્યા

કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધી યોજાઈ પદયાત્રા. દર વર્ષ પ્રથમ નોરતે ખોડલધામ મંદિર સુધી યોજાય છે પદયાત્રા. ખોડલધામ ચેરમેન નરેશભાઈ પટેલની આગેવાનીમાં પદયાત્રાનું આયોજન કરાયું હતું. ખોડલધામના ચેરમેન નરેશભાઈ  પટેલ, ખોડલધામના ટ્રસ્ટીઓ, પાટીદાર સમાજના અગ્રણીઓ પણ પદયાત્રામાં જોડાયા હતા. પદયાત્રા ખોડલધામ મંદિર ખાતે પહોંચ્યા બાદ ધ્વજારોહણ, મહાઆરતી, યજ્ઞ સહિતના કાર્યક્રમો યોજ્યા હતા. પદયાત્રમાં પ્રશાંત કોરાટ, ભરત સુતરિયા, કૌશિક વેકરીયા, જેની ઠુમર, પરેશ ધાનાણી, અરવિંદ રૈયાણી, મહેશ કાસવાલા, લલિત વસોયા, રમેશ ટીલાળા, ગોપાલ ઇટાલિયા, ગોવિંદ પટેલ, સહિત અનેક રાજકીય નેતા જોડાયા હતા. પદયાત્રામાં મોટી સંખ્યામાં લેઉવા પાટીદાર સમાજ ઉમટ્યો હતો. પદયાત્રા ખોડલધામ પહોંચ્યા બાદ સભા યોજાઈ હતી.

(7:12 PM IST)