<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd September 2025

આધારકાર્ડમાં નામ જોઈને ગરબામાં પ્રવેશ એવો જોઈએ : ધર્માચાર્ય મહામંડલેશ્વર સ્વામી અખિલેશ્વરદાસ મહારાજ

નવરાત્રી દરમિયાન બહેન, બેટીઓ ગરબા રમવા આવતી હોય છે. ત્યારે રાક્ષસી પ્રવૃત્તિ કરનારા પણ ગરબામાં જતા હોય છે

ગુજરાતના ધર્માચાર્ય મહામંડલેશ્વર સ્વામી અખિલેશ્વરદાસ મહારાજ અંબાજી ખાતે મા અંબાના દર્શન કર્યા હતા. મહામંડલેશ્વર સ્વામી અખિલેશ્વર દાસ મહારાજે ગરબાને લઈને આપ્યું મોટું નિવેદન. ગરબામાં પ્રવેશતા તમામ લોકોના આધાર કાર્ડ ચેક કરવા કરી માંગ કરી હતી . નવરાત્રી દરમિયાન બહેન, બેટીઓ ગરબા રમવા આવતી હોય છે. ત્યારે રાક્ષસી પ્રવૃત્તિ કરનારા પણ ગરબામાં જતા હોય છે. ગરબામાં હિન્દુ સિવાય બીજી કોઈ ધર્મના લોકો ગરબામાં પ્રવેશ ના કરે તેવી માંગ કરી છે. ગરબા સંચાલકો આધાર કાર્ડ ચેક કરી લોકોને ગરબામાં પ્રવેશ આપવો જોઈએ.

(7:18 PM IST)