હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમદાવાદમાં 792 લોકેશન પર ગરબાનું આયોજન: ગ્રામ્ય પોલીસ તૈનાત રહેશે : 21 જાહેર કોમર્શિયલ ગરબા યોજાશે
32 જાહેર પબ્લિક નવરાત્રી અને બાકી ગ્રામ્ય ગરબામાં ખોલૈયાઓ રમઝટ બોલાવશે. નવરાત્રીના પર્વને લઇ જીઆરડી, હોમગાર્ડ અને પોલીસ મળી 1700 કર્મચારી તૈનાત રહેશે.

અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા નવરાત્રીની તમામ તૈયારીઓ થઇ ગઇ છે. અમદાવાદમાં 792 લોકેશન પર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રીમાં ગ્રામ્ય પોલીસ ખડેપગે તૈનાત રહેશે. 21 જાહેર કોમર્શિયલ ગરબાનું આયોજન, જ્યારે 32 જાહેર પબ્લિક નવરાત્રી અને બાકી ગ્રામ્ય ગરબામાં ખોલૈયાઓ રમઝટ બોલાવશે. નવરાત્રીના પર્વને લઇ જીઆરડી, હોમગાર્ડ અને પોલીસ મળી 1700 કર્મચારી તૈનાત રહેશે.
મળતી માહિતી મુજબ, અમદાવાદ ગ્રામ્ય પોલીસે નવરાત્રીને લઇ કડક સુરક્ષા વ્યવસ્થાનું આયોજન કર્યું છે. જેમાં 792 ગરબા સ્થળો પર 1700થી વધુ પોલીસ, હોમગાર્ડ અને જીઆરડી કર્મચારીઓ તૈનાત રહેશે. આયોજનમાં ખાસ કરીને મહિલાઓની સુરક્ષા પર વધુ ધ્યાન આપવામાં આવશે, જેના માટે ‘શી’ ટીમ અને હેલ્પ ડેસ્ક તૈયાર રહેશે, અને 112 પોલીસ વાન સતત પેટ્રોલિંગ કરશે.
આ વર્ષે પોલીસ દ્વારા એક ખાસ ડ્રાઈવ 'સલામત નવરાત્રી' ચલાવવામાં આવશે, જેના ભાગરૂપે મોટા ગરબાના આયોજકો, સુરક્ષા કંપનીઓ, મેડિકલ અને ફાયર ટીમો સાથે મળીને મોક ડ્રિલનું આયોજન થશે. આ તાલીમમાં આગ, મેડિકલ ઇમરજન્સી અને વીજળી ગુલ થવા જેવી આપાતકાલીન પરિસ્થિતિઓનો સામનો કેવી રીતે કરવો તેની માહિતી આપવામાં આવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
