હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બે -ત્રણ દિવસમાં ગુજરાત સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ :કાલે મુખ્યમંત્રી લિસ્ટ સાથે દિલ્હી જશે
લિસ્ટ પર કેન્દ્રીય નેતૃત્વની ફાઇનલ મંજૂરી બાદ રાત્રે જ સીએમ પરત આવી જશે : મંત્રીમંડળમાં સામાજિક સમીકરણોને સંતુલિત રાખવા માટે OBC, ST અને SC સમુદાયમાંથી પ્રતિનિધિઓને સ્થાન આપવાની શક્યતા

ગાંધીનગર: ગુજરાતમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે કારણ કે મંત્રીમંડળના વિસ્તરણ અંગેની સૌથી મોટી ખબર હવે સૂત્રોના હવાલે ન્યુઝ 18 ગુજરાતી બહાર લાવ્યું છે. નવરાત્રિના ઉત્સવ દરમિયાન જ નવા મંત્રીમંડળની જાહેરાત થવાની સંપૂર્ણ શક્યતા જણાઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે સવારે મહાત્મા મંદિર ખાતે યોજાનાર એક કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ સીધા દિલ્હી જવા રવાના થશે.
માહિતી મુજબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જ તૈયાર કરેલ મંત્રીમંડળના વિસ્તરણનું પ્રાથમિક લિસ્ટ લઈને દિલ્હી જશે. આ લિસ્ટ પર ફાઈનલ મંજૂરી કેન્દ્રિય નેતૃત્વ આપશે અને ત્યારબાદ ગુજરાતમાં મંત્રીમંડળનો નવો ચહેરો જનતા સમક્ષ આવશે. સૂત્રોનું કહેવું છે કે રાત્રે જ મુખ્યમંત્રી દિલ્હીથી પરત આવી જશે જેથી આખી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થઈ શકે.
વિસ્તરણ અંગે સૌથી મોટો સવાલ એ છે કે, હાલના મંત્રીઓમાંથી કોના પદ કપાશે અને કોને નવા અવસર મળશે. પાર્ટી હાઈકમાન્ડ અને રાજ્ય સરકાર વચ્ચે છેલ્લા કેટલાય અઠવાડિયાથી આ મુદ્દે મથામણ ચાલુ છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાંથી નવા ચહેરાઓને સામેલ કરવાની ચર્ચા છે. આ સાથે જ સામાજિક સમીકરણોને સંતુલિત રાખવા માટે OBC, ST અને SC સમુદાયમાંથી પ્રતિનિધિઓને સ્થાન આપવાની શક્યતા છે
કેટલાક હાલના મંત્રીઓની કામગીરીને લઈને અસંતોષની ચર્ચાઓ પણ ચાલી રહી છે. ખાસ કરીને લોકપ્રિયતા, સંગઠન સાથેના સંબંધો અને મતવિસ્તાર સંભાળવાની ક્ષમતા જેવા માપદંડો પર તેમના મૂલ્યાંકન થયા છે. જો કે અંતિમ નિર્ણય મુખ્યમંત્રીની ભલામણ અને હાઇકમાન્ડની મંજૂરી બાદ જ જાહેર થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
