<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd September 2025

કર્ણાવતી ક્લબની ડિરેક્ટર માટેની ચૂંટણી સંપન્ન થઈ

૧૪ ઉમેદવારની ચૂંટણીમાં ૧૦ વિજેતાઃ૧૦ ડિરેક્ટરની ચૂંટણીમાં ૧૪ ઉમેદવારોએ ઝંપલાવ્યું હતું તે પૈકી ચાર ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ હતી

અમદાવાદ, તા.૨૨

કર્ણાવતી ક્લબની ૩૬મી વાર્ષિક સાધારણ સભા આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઈ હતી. જે અંતર્ગત નિવૃત્ત થનારા ૧૦ ડિરેક્ટરોની જગ્યાએ નવા નિમણૂક પામેલા સભ્યોને સંગઠનમાં લેવા માટેની રજૂઆત મળી હતી. જે અંતર્ગત દસ સભ્યોની કે જેમની ટર્મ પૂરી થઈ હતી. તે અંતર્ગતની ચૂંટણી કર્ણાવતી ક્લબના સભાસદો દ્વારા ઈ-વોટિંગના માધ્યમથી વેબસાઈટ દ્વારા યોજાઈ હતી.

આ ૧૦ ઉમેદવારો માટે કર્ણાવતી ક્લબ દ્વારા ૪ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ ચૂંટણી માટે અવધિ નિર્ધારિત કરી હતી. જે મુજબ દાવેદારી માટે ફોર્મ સબમિટ કરવા માટે સાત સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો. ખાલી પડેલા દસ ડિરેક્ટરો માટે ૧૫ સપ્ટેમ્બરના રોજ ઇ-વોટિંગ યોજાયું હતું. જેનું આજે પરિણામ આવ્યું હતું. તેમાં ૧૦ ડિરેક્ટરોની ખાલી પડેલી ચૂંટણીમાં ૧૪ ડિરેક્ટરોએ ઝંપલાવ્યું હતું. જે પૈકી ચાર ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ છે. જ્યારે ૧૦ ઉમેદવારો જંગી મતોથી વિજય થયો છે.

વિજેતા ઉમેદવારોની નજર કરીએ તો અજય ઠક્કરનો ૪૪૧૯ મતે, ભાવેશ વઘાસિયાને ૪,૩૧૪ મતે, હસમુખ શાહને ૪,૫૬૨ મતે, કિન્નર શાહને ૪,૫૧૧ મતે, ચેતન શાહને ૪૦૫૪ મતે, હિતેન વસંતને ૪૪૦૪ મતે, ગિરીશ દાણીને ૪૪૫૭ મતે, નગીન પટેલને ૪,૫૩૬ મતે, સતીત શાહને ૪૪૧૯ મતે અને પરેશ પટેલને ૪૦૫૭ મતે મેળવીને આ તમામ દસેય ડિરેક્ટરો ભવ્ય વિજય મેળવ્યો છે. જ્યારે વિરલ પટેલને ૮૪૨ અને કૃષ્ણ મકવાણાને ૫૮૦ મત અને શ્રુતિ પટેલ ૬૯૨ અને કલ્પેશ પટેલને ૬૬૭ મત મળતા આ ચારેય ઉમેદવારની ડિપોઝિટ ડૂલ થઈ હતી.

મહત્વનું છે કે, કર્ણાવતી ક્લબની યોજાયેલી ચૂંટણીમાં ૧૩૪૭૨ મતદારો નોંધાયેલા છે. જોકે ૬૨૫ લોકોના ઇમેલ એડ્રેસ ન હોવાના કારણે મતદાનનું રજીસ્ટર ન હોવાને કારણે મતદાન કરી શક્યતા નહીં, કેમકે ક્લબની ચૂંટણીની પ્રક્રિયા ઓનલાઇન હોવાને કારણે મતદાન કરી શક્યા નહીં.

જો કે ડિરેક્ટર યોજાયેલી ચૂંટણીમાં કર્ણાવતી ક્લબના મેમ્બરો ઓનલાઇન મતદાન કરવાની પ્રવિધિ છે. આમ દસ ડિરેક્ટરની ચૂંટણીમાંથી ૧૪ ઉમેદવારો ઝંપલાવ્યું હતું, તે પૈકી ચાર ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ અને દસ ઉમેદવારો જંગી બહુમતીથી ત્રણ વર્ષ માટે વિજેતા બન્યા.

(9:55 PM IST)