હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગૃહમંત્રી અમિત શાહ અને શંકર ચૌધરીની વચ્ચે બેઠક
અનેક તર્ક વિતર્કઃસુરત સર્કિટ હાઉસ ખાતે શંકર ચૌધરીએ મુલાકાત કરી

સુરત, તા.૨૨
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત મુલાકાતે છે. ગત રોજ તેઓ સુરત પહોંચ્યા હતા. જ્યાં ગુજરાતના અનેક નેતાઓ તેઓને મળવા પહોંચ્યા હતા. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ પણ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. સુરત સર્કિટ હાઉસ ખાતે શંકર ચૌધરીએ મુલાકાત કરી હતી. તેમજ મંત્રી મંડલ વિસ્તરણને લઈ મુલાકાત કરી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. બનાસ ડેરીની ચૂંટણીની વ્યસ્તતા વચ્ચે શંકર ચૌધરી સુરત પહોંચ્યા હતા.
ગુજરાત મંત્રીમંડળનુ વિસ્તરણની લાંબા સમયથી રાહ જોવાઇ રહી છે. જો કે પીએમ મોદી અને અમિત શાહના પ્રવાસ થઇ જવા છતા પણ હજી સુધી મંત્રીમંડળનું વિસ્તર થઇ શક્યું નથી.
જો કે ગઇકાલે PM મોદીની ભાવનગર મુલાકાત બાદ આજે તાબડતોબ ગૃહમંત્રી અમિત શાહ પણ સુરત ખાતે પહોંચ્યા હતા. તેઓ એરપોર્ટ પર ઉતરતાની સાથે જ સીધા સી.આર પાટીલનાં ઘરે પહોંચ્યા હતા. તેઓ રાત્રી ભોજન સી.આર પાટીલનાં ઘરે જ કરશે. સર્કિટ હાઉસમાં રાત્રીરોકાણ કરશે. જો કે આજે સી.આર પાટીલનાં ઘરે અનેક મહત્વપુર્ણ બાબતો પર ચર્ચા થઇ શકે છે. ખાસ કરીને ગુજરાતના મંત્રીમંડળ વિસ્તરણ અંગે ચર્ચા થઇ શકે છે. જેને ધ્યાને રાખીને સી.આર પાટીલનાં ઘરે પણ અનેક મંત્રીઓ અને ધારાસભ્યોનો જમાવડો થયો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
