<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd September 2025

આજથી નવલી નવરાત્રીનો પ્રારંભ પરંતુ વરસાદ વિલન બને તેવી વાતે આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતા

રાજપીપળામાં દરબાર રોડ, દોલત બજાર સહિત કેટલીક જગ્યાઓ પર તેમજ નર્મદા પોલીસ દ્વારા જીતનગર પોલીસ હેડક્વાટર પર ગરબાનું આયોજન

( ભરત શાહ દ્વારા ) નર્મદા : દર વર્ષે આવતી નવલી નવરાત્રી ની ગરબા રસિકો રાહ જોઈ બેઠા હોય છે અને નવરાત્રિ પહેલા જ યુવતીઓ અને મહિલાઓ અલગ અલગ ચણિયાચોળી સહિત જુદા જુદા વસ્ત્રોની ખરીદી કરી તેમજ યુવા વર્ગ પણ અલગ અલગ વસ્ત્રો લાવી નવરાત્રીના ગરબા શરૂ થવાની કાગડોળે રાહ જોઈ રહ્યા હોય છે તેવામાં વરસાદ વિલન બને તો આ તમામ રસીયાઓનો મૂડ બગડી જાય છે.

     આ વર્ષની નવરાત્રીમાં અંબાલાલ પટેલની આગાહી અને રાજપીપળામાં દરબાર રોડ, દોલત બજાર સહિત કેટલીક જગ્યાઓ પર તેમજ નર્મદા પોલીસ દ્વારા જીતનગર પોલીસ હેડક્વાટર પર ગરબાનું આયોજન થયું છે અને જિલ્લામાં શનિવારે પડેલા ધોધમાર વરસાદના કારણે ગરબા રસિયાઓમાં ચિંતા મોજુ ફરી વળ્યું છે, નવરાત્રીમાં વરસાદ પડશે તો ગરબા નહીં થાય તેવી ચિંતા તેમને સતાવી રહી છે. સાથે સાથે જ્યાં જ્યાં પાકા રસ્તા છે ત્યાં વરસાદ રહી ગયા બાદ ખાસ કોઇ ચિંતા નથી પરંતુ જ્યાં માટી છે ત્યાં વરસાદથી કીચડ થવાના કારણે બે ત્રણ દિવસ રમવું મુશ્કેલ હોય ગરબા રમતા ખેલૈયાઓમાં આ બાબતે ચિંતા જોવા મળી રહી છે. આમ નવરાત્રી દરમિયાન વરસાદ વિલન બનશે ની વાતે સૌ ચિંતિત જણાય છે.

 

(10:22 PM IST)