હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 22nd September 2025
રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં 42 તાલુકામાં વરસાદ: સૌથી વધુ મહુવામાં બે કલાકમાં 3 ઇંચ ખાબક્યો
સુરતના પલસાણામાં 2.87 ઇંચ, ઉમરપાડામાં 1.93 ઇંચ, નર્મદાના સાગબારામાં 1.38 ઇંચ, ભરુચ તાલુકામાં 1.34 ઇંચ વરસાદ વરસ્યો

અમદાવાદ :ગુજરાતમાં સિઝનનો કુલ 110 ટકા વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ કચ્છમાં 135 ટકા અને ઉત્તર ગુજરાતમાં 119 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 66 તાલુકામાં વરસાદ થયો છે, જ્યારે છેલ્લા 12 કલાકમાં 42 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ભાવનગરના મહુવામાં બે કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં 42 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સુરતના પલસાણામાં 2.87 ઇંચ, ઉમરપાડામાં 1.93 ઇંચ, નર્મદાના સાગબારામાં 1.38 ઇંચ, ભરુચ તાલુકામાં 1.34 ઇંચ વરસાદ ખાબક્યો છે.
સુરતના મહુવા, વલસાડના વાપી, કપરાડા, ઉમરગામ, ડાંગના વઘઈ, તાપીના વાલોડ, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા, અમરેલીના જાફરાબાદ સહિત 37 તાલુકામાં 1 ઇંચની અંદરમાં વરસાદ નોંધાયો છે.
(10:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
