હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 22nd September 2025
દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે : અંબાલાલ પટેલની આગાહી
નવરાત્રિના સમયગાળામાં ગાજવીજ સાથે ભારે વરસાદ થઈ શકે

અમદાવાદ : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું હતું કે, બંગાળના ઉપસાગરમાં ભેજનું પ્રમાણ વધશે જે ડિપ ડિપ્રેશન ચક્રવાત સર્જી શકે છે. જેના કારણે નવરાત્રિના સમયગાળામાં ગાજવીજ સાથે ભારે વરસાદ થઈ શકે છે. રાજ્યમાં 25 સપ્ટેમ્બર બાદ વાતાવરણમાં પલટો આવશે. 27થી 3 ઓક્ટોબર સુધી વરસાદ થવાની સંભાવનાઓ છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં પણ વરસાદની શક્યતાઓ છે.
(11:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
