હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 23rd September 2025
ગાંધીનગરના મહાત્મા મંદિર નજીક ટ્રક ચાલકે અડફેટે લેતા એક્ટિવા ચાલક સ્ટેનોગ્રાફરનું ઘટના સ્થળે મોત
ટ્રક ચાલકે પાછળથી એક્ટિવાને ભયંકર રીતે ટક્કર મારી જેમાં દિનેશભાઈ રોડ પર પટકાયા અને તેમના માથાના ભાગ પરથી ટ્રકનું ટાયર ફરી વળતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું

ગાંધીનગરના મહાત્મા મંદિર નજીક પૂરઝડપે આવતા ટ્રક ચાલકે એક્ટિવા ચાલકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. ઘટનાને અંજામ આપીને ટ્રક ચાલક ત્યાથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતના બનાવમાં એક સ્ટેનોગ્રાફરનું કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું.
ગાંધીનગરના મહાત્મા મંદિર રોડ પર અકસ્માતની ઘટના બની હતી. જેમાં ગાંધીનગર કોર્ટમાં સ્ટેનોગ્રાફર તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ વાઘેલા એક્ટિવા મારફતે જઈ રહ્યા હતા, ત્યારે પાછળથી એક ટ્રક ચાલકે તેમની એક્ટિવાને ભયંકર રીતે ટક્કર મારી હતી. જેમાં દિનેશભાઈ રોડ પર પટકાયા હતા અને તેમના માથાના ભાગ પરથી ટ્રકનું ટાયર ફરી વળતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
અકસ્માતની ઘટનાને લઈને લોકો એકઠા થઈ ગયા હતા અને એમ્બ્યુલન્સ-પોલીસને જાણ કરી હતી. પોલીસ સ્થળ પર પહોંચીને અકસ્માતનો ગુનો નોંધીને ફરાર આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.
(12:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
