તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd September 2025
નવરાત્રિના પ્રારંભે જ ગુલાબ સહિતના ફૂલોના ભાવમાં ૪૦૦% સુધીનો વધારો
ગુલાબનો ભાવ કિલોના રૂ.૭૦૦એ પહોંચ્યો, ગલગોટાના ૨૦૦ થઈ ગયા : નારેશ્વર-આણંદમાં ગુલાબનો પાક, ધોળકામાં ગલગોટાનો પાક ધોવાતા ભાવ ઉછાળો

અમદાવાદ,તા.૨૩: નવરાત્રિમાં માતા જગદંબાની પૂજા-અર્ચના કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓ ભક્તિના રંગે રંગાઈ માતાની આરાધના કરે છે. નોરતાંમાં માતાની પૂજામાં ફૂલોનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. લોકોને મનગમતા તહેવાર સમયે જ ફૂલોના ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો. અમદાવાદના ફૂલ બજારમાં ફૂલનો ભાવ સૌથી ઓછો હોય છે. ત્યારે હાલમાં ફૂલ બજારમાં પણ ફૂલોના ભાવમાં ત્રણસોથી ચારસો ટકા જેટલો વધારો થયો છે. એમાંય ગુલાબ રૂ ૫૦૦ થી ૭૦૦ કિલો અને ગલગોટા રૂ.૨૦૦ કિલો મળી રહ્યા છે. તો અમદાવાદમાં પ્રશ્વિમ વિસ્તારમાં તો એક ગુલાબ રૂ.પ થી ૭માં મળી રહ્યુ છે. જયારે ગલગોટ રૂ.૫૦ના સાત જેટલા નંગ આપવામાં આવે છે. બેગ્લોરથી ગુલાબ એરમાં મગાવવા પડતા હોવાથી વિમાનનું ભાડું સહિતના ખર્ચાને લીધે આશરે રૂ.૨૫૦ કિલો હોલસેલમાં પડી રહ્યા છે. જેના લીધે રિટેઈલમાં રૂ.૫૦૦ થી ૭૦૦ કિલો વેચાણ થઈ રહ્યા છે. અમદાવાદમાં જમાલપુરનું ફૂલ બજાર ફૂલોની ખરીદી માટે વધુ ખાસ માનવામાં આવે છે. હાલમાં જમાલુપર ફૂલ બજારમાં ફૂલોના ભાવમાં ત્રણસોથી ચારરો ટકાનો વધારો જોવા મળ્યો.
નવરાત્રિ તહેવાર પર્વ દરમ્યાન ગલગોટાના ભાવ ડબલ થઈ ગયા છે. જયારે ફૂલોના રાજા ગુલાબનો ભાવ રૂ.૧૫૦ થી વધી ૫૦૦ - ૭૦૦ જેટલો થયો. ગુલાબ અને ગલગોટામાં છૂટક ફૂલ અને માતાને ચઢાવવામાં આવતા હારના ભાવ અલગ-અલગ છે. ગુલાબ હારનો ભાવ રૂ.૧૫૦ થી ૨૫૦ વસૂલવામાં આવ્યો હતો. જયારે ગલગોટાનો હાર રૂ.૧૨૫ થી ૧૫૦ જેટલો વસૂલવામાં આવ્યો હતો.(૪૦.૧૧)
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
