તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd September 2025
હીરામણિ શાળાએ ડંકો વગડાવ્યોઃ વિશ્વ ક્રિકેટમાં બીજા ક્રમનો સર્વોચ્ચ રનનો રેકોર્ડ
ઝળહળતી સફળતા બદલ બિરદાવતા નરહરિ અમીન

રાજકોટ તા. ર૩: અમદાવાદની હીરામણિ સ્કૂલે સી.બી.સી. દ્વારા સંચાલિત મણિકાકા ઇન્ટરસ્કૂલ ટૂર્નામેન્ટ અંડર-૧૪ (મલ્ટી ડે) માં તેમની પ્રથમ ઇનિંગ્સમાં ૧૦ર ઓવરમાં ૧૧૩૯/૬ રન બનાવ્યા. આ સ્કોર વિશ્વ ક્રિકેટમાં બીજા નંબરના સર્વોચ્ચ રન સ્કોર તરીકે સ્થાપિત થાય છે. જેની વિગત નીચે પ્રમાણે છે.
વિશ્વના સર્વોચ્ચ ઇનિંગ્સ ટોટલ (૯૦૦+ ઉપર)
૧. શ્રી કે. સી. ગાંધી ઇંગ્લિશ સ્કૂલ (કલ્યાણ-મુંબઇ, ભારત) (૧૪૬પ/૩)
ર. હીરામણિ સ્કૂલ (અમદાવાદ, ભારત) /૧૧૩૮/૬/અંકુર સ્કૂલ/વર્ષઃ ર૦રપ/યુ-૧૪ જિલ્લા સ્કૂલ.
૩. વિકટોરિયા (ઓસ્ટ્રેલિયા)/૧૧૦૭/૬/ન્યૂ સાઉથ વેલ્સ/૧૯ર૬-ર૭/પ્રથમ-શ્રેણી.
પાયોનિયર ક્રિકેટ ગ્રાઉન્ડ બી, અમદાવાદ ખાતે યોજાયેલી શ્રી મણિકાકા સ્કૂલ ટુર્નામેન્ટ (અન્ડર-૧૪) મલ્ટી-ડે મેચમાં હીરામણિ સ્કૂલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ લીધી હતી.
આ મેચમાં હીરામણિ સ્કૂલે, અંકુર સ્કૂલને પહેલી ઇનિંગની લીડથી હરાવી વિજય બની હતી.
ઞ્જ અંકુર સ્કૂલે પહેલી ઇનિંગમાં ૧૧.૧ ઓવરમાં ૧૧ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. જૈનમ પટેલે પ.૧ ઓવરમાં ૧ રન આપીને પ વિકેટ લીધી હતી તથા આદિત્ય રાજગોરે ૬ ઓવરમાં પ રન આપીને ૪ વિકેટ લીધી હતી.
ઞ્જ હીરામણિ સ્કૂલે ૧૦ર ઓવરમાં ૬ વિકેટે ૧૧૩૯ રન કર્યા હતાં. જેમાં આર્યન કંજવાનીએ ૧ર૮ બોલમાં ર૭૩ રન, હસ્ત પટેલે ૧ર૬ બોલમાં ર૪૬ રન, જૈનમ પટેલે ૧૬૭ો બોલમાં ૧૯૯ રન વ્યોમ સોમપુરાએ ૭૦ બોલમાં ૧ર૪ રન અને દૈવિક પટેલે ર૭ બોલમાં ૬૦ રન નોટઆઉટ કર્યા હતાં.
આ મેચમાં હીરામણિ સ્કૂલે, અંકુર સ્કૂલને પહેલી ઇનિંગની લીડથી હરાવી વિજય બની હતી.
આ મેચમાં હીરામણિ સ્કૂલના ખેલાડીઓએ એક ઇનિંગ્સમાં ૧૮૮ ચોગ્ગા માર્યા હતાં. આ ઉપલબ્ધિ બદલ જનસહાયક ટ્રસ્ટના પ્રમુખ શ્રી નરહરિ અમીન, ઉપપ્રમુખ શ્રીમતી નીતાબેન અમીન, મેનેજીંગ ટ્રસ્ટી વરૂણ અમીન, શાળાના સી.ઇ.ઓ. ભગવત અમીન, અંગ્રેજી માધ્યમના આચાર્ય શ્રી ભાગ્યેશ જોષી, ગુજરાતી માધ્યમના આચાર્યા ભારતીબેન મિશ્રા તથા કો-ઓર્ડિનેટર ગીરીશ લાલવાણી અને ભરતભાઇ પટેલ સહિત સ્ટાફે કોચ નિલ ભાવસાર અને ખેલાડીઓને ભવ્ય વિજય બદલ અભિનંદન આપ્યા હતાં.
(2:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
