<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd September 2025

અમદાવાદ RTO ની લાલઆંખ : વાહનમાં જૂની નંબર પ્લેટ, તૂટેલી નંબર પ્લેટ કે નંબર પ્લેટમાં આંકડો સંતાડેલ હોય તેવા વાહનોને ડિટેઈન કરાશે

બ્લેક ફિલ્મ લગાવેલ કાચવાળી કાર પણ ડિટેન થઈ રહી છે. છેલ્લા 4 દિવસમાં 210 વાહન માલિકોએ દંડની રકમ ચૂકવી

અમદાવાદમાં ટ્રાફિકના કાયદાથી બચવા વાહનચાલકોએ અપનાવેલ કિમીયા સામે  આરટીઓએ લાલ આંખ કરી છે. તૂટેલી નંબર પ્લેટ કે બ્લેક ફિલ્મવાળા વાહન ચલાવતા લોકોએ હવે સાવધાન થવાની જરૂર છે. RTO કચેરી દ્વારા દંડ વસૂલવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમા અમદાવાદ RTO કચેરી ખાતે વાહન છોડાવવા લાંબી કતારો લાગી ગઈ છે. જૂની નંબરપ્લેટ, તૂટેલી નંબરપ્લેટ કે નંબર પ્લેટના આંકડો છુપાવવા કરેલ પ્રયાસ વાળા વાહનોને ડિટેન કરવામાં આવી રહ્યાં છે.  બ્લેક ફિલ્મ લગાવેલ કાચવાળી કાર પણ ડિટેન થઈ રહી છે. છેલ્લા 4 દિવસમાં 210 વાહન માલિકોએ દંડની રકમ ચૂકવી છે. RTO કચેરી માંથી રિલીઝ લેટર મેળવ્યા બાદ જ, જે તે પોલીસ સ્ટેશનમાંથી વાહન રિલીઝ કરી શકાય છે. અત્યાર સુધીમાં કુલ સાડા છ લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે.

(8:03 PM IST)