<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd September 2025

વિરમગામમા ખાણ ખનીજ વિભાગે દરોડા પાડીને ડમ્પર, હિટાચી મશીન જપ્ત કર્યા

મોટા ગોરૈયા અને વડગાસ ગામની સીમમા દરોડા : માટી ભરેલા 5 ડમ્પર અને 1 હીટાચી મશીન જપ્ત કરાયા

વિરમગામમા ખાણ ખનીજ વિભાગે દરોડા પાડીને ડમ્પર, હિટાચી મશીન જપ્ત કર્યા છે. વિરમગામ તાલુકાના મોટા ગોરૈયા અને વડગાસ ગામની સીમમા ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા હતા. ગેરકાયદેસર માટી ખનનને લઈને ખનીજ વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. માટી ભરેલા 5 ડમ્પર અને 1 હીટાચી મશીન  જપ્ત કરાયા છે. અમદાવાદ અને ગાંધીનગર ખાણ ખનીજ વિભાગ મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરાઈ. છેલ્લા કેટલાક સમયથી સરકારી જગ્યાએથી મોટાપાયે માટી ખનન થઈ રહ્યુ છે.

(8:07 PM IST)