News of Tuesday, 23rd September 2025
બનાસડેરીની ચૂંટણીમાં 10 બેઠક માટે 36 ઉમેદવારો મેદાનમાં :હરિભાઈ ચૌધરી સામેના વાંધા ફગાવાયા
હરિભાઈ ચૌધરી સામે વાંધા અરજી કરનાર ભરત પટેલ જવાબ આપવા ઉભા ના રહ્યા.

બનાસ ડેરીની નિયામકની મંડળની ચૂંટણી માટે ભરાયેલ ઉમેદવારીપત્રોની આજે ચકાસણી હાથ ધરવામા આવી હતી. પાલનપુર, વડગામ, દાતા, દાંતીવાડા, ધાનેરા, કાંકરેજ, દિયોદર, સાંતલપુર, વાવ અને લાખણીની 10 બેઠકો માટે 36 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે. આજે ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ ચકાસણી દરમિયાન પાલનપુર બેઠક પરથી પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીનું ફોર્મ માન્ય રહ્યું છે. પાલનપુર બેઠકના વર્તમાન ડિરેક્ટર ભરત પટેલે, હરિભાઈ ચૌધરીના ફોર્મ સામે વાંધા અરજી કરી હતી. હરિભાઈ ચૌધરી અને ભરત પટેલને સાંભળ્યા બાદ ચૂંટણી અધિકારીએ ફોર્મ માન્ય રાખ્યું હતું . હરિભાઈ ચૌધરી સામે વાંધા અરજી કરનાર ભરત પટેલ જવાબ આપવા ઉભા ના રહ્યા.
(8:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
