<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd September 2025

અમદાવાદના કુબેરનગર આઝાદ મેદાન પાસે પતિએ પત્નીને જીવતી સળગાવી

ગંભીર રીતે દાઝેલી હાલતમાં મહિલા અને માતાને હોસ્પિટલ ખસેડ્યા:એક દુકાનમાં મહિલા અને તેની માતાને સળગાવીને શખ્સ થયો ફરાર.

અમદાવાદ : અમદાવાદના કુબેરનગર આઝાદ મેદાન પાસે પતિએ પત્નીને જીવતી સળગાવી દીધી હતી. પતિ – પત્ની વચ્ચેના ઝઘડામાં પતિએ પત્ની અને તેની માતાને જ્વલનશીલ પદાર્થથી સળગાવી. ગંભીર રીતે દાઝેલી હાલતમાં મહિલા અને માતાને હોસ્પિટલ ખસેડ્યા હતા. એક દુકાનમાં મહિલા અને તેની માતાને સળગાવીને શખ્સ ફરાર થયો છે . સરદાર નગર પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે

(11:49 PM IST)