<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

અમદાવાદમાં ફાયર ઇન્સ્યોરન્સ ક્લેમના ફ્રોડ કેસમાં સીબીઆઈ કોર્ટનો મોટો ચુકાદો : બે આરોપીઓને પાંચ વર્ષની જેલની સજા

આરોપીઓ રશિક પટેલ અને સર્વેયર સંજય ચિત્રેએ ખોટા દસ્તાવેજો બનાવીને રૂપિયા ૩૬ લાખથી વધુનો ઇન્સ્યોરન્સ ક્લેમ કર્યો હતો

અમદાવાદમાં ફાયર ઇન્સ્યોરન્સ ક્લેમના એક ફ્રોડ કેસમાં સીબીઆઈ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે કેમિકલ ફેક્ટરીના માલિક અને એક સર્વેયરને દોષિત ઠેરવીને પાંચ વર્ષની સજા ફટકારી છે. આરોપીઓ રશિક પટેલ અને સર્વેયર સંજય ચિત્રેએ ખોટા દસ્તાવેજો બનાવીને રૂપિયા ૩૬ લાખથી વધુનો ઇન્સ્યોરન્સ ક્લેમ કર્યો હતો. આ ગુનામાં રશિક પટેલને પાંચ વર્ષની સજા અને રૂપિયા ૪૫ લાખનો દંડ, જ્યારે સંજય ચિત્રેને પાંચ વર્ષની સજા અને રૂપિયા ૧૫ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ છેતરપિંડીનો કેસ સીબીઆઈએ ૨૦૦૬માં દાખલ કર્યો હતો

(12:15 AM IST)