News of Wednesday, 24th September 2025
વલસાડ જિલ્લાના રસ્તાઓના ખાડા મુસીબત બન્યા : ધારાસભ્ય અનંત પટેલે આંદોલનની ચીમકી ઉચ્ચારી
વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે સરકાર અને અધિકારીઓ પર આકરા પ્રહાર કર્યા

વલસાડ જિલ્લામાં નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે પરના મોટા ખાડાઓ સ્થાનિકો અને વાહનચાલકો માટે મુસીબત બની રહ્યા છે. વરસાદ બાદ રસ્તાઓની બિસ્માર હાલતને કારણે વાહનો ફસાઈ રહ્યા છે અને અકસ્માતોનું જોખમ વધી રહ્યું છે. આ મામલે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે સરકાર અને અધિકારીઓ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું કે, "મંત્રીઓ અને અધિકારીઓ જાડી ચામડીના છે. નેતાઓએ માત્ર જાહેરાતો કરવાને બદલે પાવડા-તગારા લઈને રસ્તા પર ઉતરવું જોઈએ." તેમણે વધુમાં ચીમકી ઉચ્ચારતા જણાવ્યું કે જો આ ખાડાઓ તાત્કાલિક પૂરવામાં નહીં આવે તો ચક્કાજામ કરીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ નિવેદનથી રસ્તાઓની નબળી ગુણવત્તા અને તેના કારણે સર્જાતી સમસ્યાઓ ફરી એકવાર ચર્ચામાં આવી છે.
(12:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
