News of Wednesday, 24th September 2025
સુરત :ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે ₹૪.૨૩ કરોડ રૂપિયાની છેતરપીંડી આચરનાર દંપતીની ધરપકડ
સુરત ક્રાઇમ બ્રાન્ચના ઇકો સેલ યુનિટ દ્વારા બંને આરોપીઓને કચ્છથી ઝડપી પાડ્યા

સુરત ક્રાઇમ બ્રાન્ચના ઇકો સેલ યુનિટ દ્વારા ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે ઠગાઈ આચરનાર એક દંપતીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ જયેશ પટેલ અને દીપા પટેલે સુરતના એક વેપારીને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવવાના બહાને ₹૪.૨૩ કરોડની છેતરપિંડી કરી હતી. પોલીસે આ બંને આરોપીઓને કચ્છથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ ક્રિપ્ટો કરન્સીના નામે થતી છેતરપિંડીઓ સામે વધુ એક લાલબત્તી ધરી છે.
(12:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
