News of Wednesday, 24th September 2025
ડાંગ જિલ્લામાં થયેલા ભારે વરસાદને કારણે પાકને મોટા પાયે નુકસાન: તાત્કાલિક સર્વે કરવામાં આવશે
પ્રભારી મંત્રી કુંવરજી હળપતિએ કહ્યું તેઓ મુખ્યમંત્રી સાથે કેબિનેટ બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરશે, જેથી ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે

ડાંગ જિલ્લામાં થયેલા ભારે વરસાદને કારણે પાકને મોટા પાયે નુકસાન થયું છે. આ અંગે પ્રભારી મંત્રી કુંવરજી હળપતિએ નિવેદન આપતા જણાવ્યું કે, રાગી, સ્ટ્રોબેરી અને અન્ય બાગાયતી પાકોને નુકસાન થવાની સંભાવના છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ નુકસાનીનો તાત્કાલિક સર્વે કરાવવામાં આવશે. મંત્રીએ જિલ્લા વહીવટી તંત્ર સાથે આ અંગે ચર્ચા કરી છે અને પાણી ભરાવાને કારણે બંધ થયેલા રસ્તાઓને ફરીથી ચાલુ કરવાના પ્રયાસો ચાલુ છે. તેમણે ઉમેર્યું કે, આવતીકાલે તેઓ મુખ્યમંત્રી સાથે કેબિનેટ બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરશે, જેથી ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે
(12:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
