<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓની હડતાળ : પડતર માંગણીઓ માટે પ્રતીક ઉપવાસ

આગામી દિવસોમાં તેમની માંગણીઓનું નિરાકરણ નહીં આવે, તો વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના કર્મચારીઓ તેમની પડતર ૧૯ માંગણીઓ સાથે વિરોધ યથાવત રાખી રહ્યા છે. નોકર મંડળે કમિશનર બંછાનિધિ પાની પાસે આ મુદ્દે ચર્ચા કરવા માટે સમય માંગ્યો હતો, પરંતુ કમિશનર દ્વારા કોઈ પ્રતિસાદ ન મળતાં, આજે AMC કાર્યાલય ખાતે પ્રતીક ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે. નોકર મંડળના પાંચ સભ્યો આગામી સાત દિવસ સુધી પ્રતીક ઉપવાસ પર રહેશે. આ પહેલાં પણ નોકર મંડળે મહારેલી યોજીને આવેદનપત્ર પાઠવ્યું હતું, પરંતુ કોઈ નિવારણ ન આવતા તેમણે આ આંદોલનાત્મક પગલું ભર્યું છે. જો આગામી દિવસોમાં તેમની માંગણીઓનું નિરાકરણ નહીં આવે, તો તેઓ વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

(12:59 AM IST)