<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

દક્ષિણ ગુજરાતમાં ખેલૈયાઓ અને ગરબા આયોજકોના હાર્ટ બીટ વધારતા મેઘરાજા ડાંગ-આહવા ૪.૫ ઇંચઃ અંબિકા સહીતની લોકમાતાઓ ફરી રમણે ચઢી

મહારાષ્ટ્રના હથનુર અને પ્રકાશ ડેમ માં થી મોટી માત્રામાં પાણી છોડાતા ઉકાઈ ડેમની જળસપાટી વધીને ૩૪૩.૯૦ ફૂટે પહોંચીઃ ડેમના ૧૧ દરવાજા ખોલાયાઃ સતત મોનીટરીંગ કરતું તંત્ર

(જીતેન્‍દ્ર રૂપારેલિયા)વાપીઃ નવરાત્રિ દરમિયાન મેઘરાજાની એન્‍ટ્રીને પગલે દક્ષિણ ગુજરાતના ગરબા આયોજકો અને ખેલૈયાઓની હાર્ટ બીટ સતત વધી રહી છે.

આસો માસમાં પણ મેઘરાજા જાણે ટાર્ગેટ પૂર્ણ કરતા હોય તેમ આગાહી વચ્‍ચે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્‍તારોમાં ડોળ ઉભી કરી ને તો કેટલાક વિસ્‍તારોમાં વરસતા ગરબા આયોજકો અને ખેલૈયાઓની હાર્ટ બીટ સતત વધી રહી છે.

 દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ડાંગ પંથકમાં ભારે વરસાદ પડતા ત્‍યાંની અંબિકા સહીતની લોકમાતાઓ ફરી રમણે ચઢી છે, સુરત પંથકના ઉકાઇ ડેમની જળસપાટી સતત વધીને આજે સવારે ૮ કલાકે ૩૪૩.૮૯ ફૂટે પહોંચી છે ડેમમાં મહારાષ્ટ્ર ના હથનુર અને પ્રકાશ ડેમમાંથી મોટી માત્રામાં પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને પગલે ઉકાઇ ડેમમાં ૧,૫૯,૨૭૫ ક્‍યુસેક પાણીના ઈન્‍ફલો સામે ૧,૪૧,૮૧૪ ક્‍યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, આજે સવારે ૯ કલાકે ઉકાઇ ડેમના કુલ ૧૧ દરવાજા ખુલ્‍લા છે જે પૈકી ૯ દરવાજા ૬ ફુટ અને ૨ દરવાજા ૫ ફૂટ ખોલવાની તંત્રને ફરજ પડી છે

(11:42 AM IST)