<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

સરકાર દિવાળી નિમિત્તે ૭પ લાખ રેશનકાર્ડ ધારકોને ૧૦૦ રૂપિયે લીટર સીંગતેલ આપશે

રાજકોટ, તા. ર૪ : રાજ્‍ય સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દિપાવલીના તહેવાર નિમિત્તે ખાદ્ય સુરક્ષા હેઠળના રેશનકાર્ડ ધરાવતા પરિવારો માટે રાહતદરે સીંગતેલ વિતરણ કરનાર છે  જેનો પ્રારંભ ઓક્‍ટોબરની શરૂઆતમાં થઈ થાય તેવી શકયતા છે .

ગુજરાતમાં એન એફ એસ એ રેશનકાર્ડ ધારકોની સંખ્‍યા ૭૫ લાખ જેટલી છે  તેના પરિવારજનો સહિત કુલ સંખ્‍યા સાડા ત્રણ કરોડ કેટલી થાય છે. આ પરિવારને રાહતદરના સિંગતેલનો લાભ મળશે .

સરકારી સૂત્રોના જણાવ્‍યા મુજબ સરકાર સો રૂપિયે લીટર ના પાઉચનું વિતરણ કરશે.

નાગરિક પુરવઠા નિગમ હસ્‍તક વિતરણની કામગીરી રહેશે. લાભાર્થી રેશનકાર્ડ ધારકોને રાબેતા મુજબ સસ્‍તા અનાજની દુકાનેથી સિંગતેલ મળી શકશે. વિતરણની તારીખ હવે પછી જાહેર થશે

(4:05 PM IST)