<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

અરવલ્લીમાં શામળાજી નવો તાલુકો બનતા લોકોમાં આનંદની લાગણી

ધારાસભ્યની હાજરીમાં ગ્રામજનોએ ફટાકડા ફોડીને અને તેમનું ભવ્ય સ્વાગત કરીને આ નિર્ણયની ઉજવણી કરી

અરવલ્લી જિલ્લામાં ભીલોડા તાલુકામાંથી અલગ કરીને શામળાજીને નવો તાલુકો જાહેર કરવામાં આવ્યો છે. ધારાસભ્ય પી.સી. બરંડા દ્વારા આ અંગે અનેક રજૂઆતો કરવામાં આવી હતી, જેનું પરિણામ આજે જોવા મળ્યું છે. લાંબા સમયથી ચાલી રહેલી આ માંગણી સંતોષાતા શામળાજી અને આસપાસના વિસ્તારના લોકોમાં ભારે ખુશીની લાગણી જોવા મળી રહી છે. ધારાસભ્યની હાજરીમાં ગ્રામજનોએ ફટાકડા ફોડીને અને તેમનું ભવ્ય સ્વાગત કરીને આ નિર્ણયની ઉજવણી કરી હતી. 

(7:02 PM IST)