<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

કાંકરેજના થરાને ઓગડ તાલુકો જાહેર કરતા લોકોમાં ખુશીનો માહોલ :કોંગ્રેસ ધારાસભ્યએ બદલ સરકારનો આભાર માન્યોc

તેમણે કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવાની માંગણી પણ સ્વીકારવામાં આવતા સંતોષ વ્યક્ત કર્યો હ

બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે સરકાર દ્વારા થરાને નવો ઓગડ તાલુકો જાહેર કરવા બદલ આભાર વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે, કાંકરેજ તાલુકો ભૌગોલિક રીતે ખૂબ મોટો હતો, જેના કારણે સ્થાનિક લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. તેમણે મુખ્યમંત્રીને રૂબરૂ મળીને આ પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા, અને હવે આ નિર્ણય લેવાતા લોકોને મોટી રાહત થશે. આ ઉપરાંત, તેમણે કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવાની માંગણી પણ સ્વીકારવામાં આવતા સંતોષ વ્યક્ત કર્યો હતો. આ નિર્ણયથી લોકોમાં ખુશીનો માહોલ છે

(7:06 PM IST)