News of Wednesday, 24th September 2025
ઉમરેઠમાં વિદ્યાર્થીઓને નડ્યો અકસ્માત: લોડિંગ રિક્ષા પલટી ખાતા 10-12 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત
ડુંગરીપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને લઈ જતી એક લોડિંગ રિક્ષા પલટી ખાઈ ગઈ

આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં એક દુર્ઘટના સર્જાઈ છે, જ્યાં ડુંગરીપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને લઈ જતી એક લોડિંગ રિક્ષા પલટી ખાઈ ગઈ. આ અકસ્માતમાં 10 થી 12 જેટલા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે. આ વિદ્યાર્થીઓ ડુંગરીપુરાથી જીતપુરા ખાતેની શાળામાં જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. અકસ્માત બાદ તમામ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં જ ખંભોળજ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને અકસ્માત અંગેની વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી વાલીઓમાં ચિંતાનો માહોલ છે.
(8:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
