તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 24th September 2025
વલસાડમાં નવા તાલુકાની જાહેરાત સામે મોટાપોંઢા ગામમાં વિરોધનો સુર ઉઠ્યો
મોટાપોંઢા ગામના સરપંચ સહિત ગ્રામજનોએ આ નિર્ણયનો વિરોધ કરીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું

વલસાડ જિલ્લામાં નવા નાનાપોંઢા તાલુકાની જાહેરાત કરવામાં આવતા સ્થાનિક સ્તરે વિરોધ જોવા મળી રહ્યો છે. મોટાપોંઢા ગામના સરપંચ સહિત ગ્રામજનોએ આ નિર્ણયનો વિરોધ કરીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે. ગ્રામજનોની માંગ છે કે નાનાપોંઢાને બદલે મોટાપોંઢાને વડુંમથક અથવા નવો તાલુકો જાહેર કરવામાં આવે. તેમનું માનવું છે કે મોટાપોંઢા ભૌગોલિક રીતે વધુ અનુકૂળ છે અને અહીં વહીવટી સુવિધા વધુ સારી રીતે ઉપલબ્ધ છે. આ વિરોધ દર્શાવે છે કે નવા વહીવટી ફેરફારો સામે સ્થાનિક સ્તરે અસંતોષ પ્રવર્તી રહ્યો છે.
(9:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
