News of Wednesday, 24th September 2025
ખેડા જિલ્લાના નવા ફાગવેલ તાલુકાનું હેડક્વાર્ટર ફાગવેલને જ રાખવાની માંગ
મુખ્ય મથક ચીખલોડની જાહેરાત કરવામાં આવતા વિવાદ સર્જાયો

ખેડા જિલ્લામાં નવા જાહેર થયેલા ફાગવેલ તાલુકાના મુખ્ય મથક (હેડક્વાર્ટર) તરીકે ચીખલોડની જાહેરાત કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. શૌર્ય ધામના અધ્યક્ષ ભરતસિંહ પરમાર અને સ્થાનિક લોકો દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે. તેમની મુખ્ય માંગ છે કે તાલુકાનું હેડક્વાર્ટર ફાગવેલ ને જ રાખવામાં આવે, કારણ કે આ સ્થળ તાલુકાના કેન્દ્રમાં આવેલું છે અને અહીં ભૌગોલિક તથા સામાજિક રીતે વધુ સુગમતા છે. આ અંગે ભરતસિંહ પરમારે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે જો હેડક્વાર્ટર ફાગવેલ રહેશે તો સ્થાનિક લોકોને વધુ ફાયદો થશે.
(9:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
