<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

અમદાવાદ-ગાંધીનગરના પાર્ટી પ્લોટમાંથી વિધર્મી યુવકો ઝડપાયા

હિન્દુ નામ ધારણ કરી પ્રવેશનો પ્રયાસઃકોઈ અનિચ્છનીય ઘટના ન બને આ પ્રયાસોનો મુખ્ય હેતુ ગરબાના પાવન માહોલને સુરક્ષિત રાખવાનો છે

અમદાવાદ,તા.૨૪

નવરાત્રિ એ માત્ર એક તહેવાર નથી, પરંતુ હિન્દુ ધર્મની એક ઊંડી આસ્થા અને સાંસ્કૃતિક ઓળખ છે. આસ્થાના આ પર્વ દરમિયાન ગરબા આયોજન સ્થળોએ સુરક્ષા અને સાંસ્કૃતિક શુદ્ધતા જાળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ હેતુસર, વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળ જેવી સંસ્થાઓ દ્વારા અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ પાર્ટી પ્લોટમાં તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ તપાસ દરમિયાન ખેલૈયાઓના આઈડી કાર્ડ ચકાસવામાં આવે છે, જેથી વિધર્મી યુવકો હિન્દુ નામ ધારણ કરીને પ્રવેશ ન કરી શકે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને. આ પ્રયાસોનો મુખ્ય હેતુ ગરબાના પાવન માહોલને સુરક્ષિત રાખવાનો છે.

તાજેતરમાં, ઓગણજ નજીક આવેલા એક પાર્ટી પ્લોટમાંથી આવો જ એક વિધર્મી યુવક ઝડપાયો હતો. VHP ની ટીમ દ્વારા જ્યારે ખેલૈયાઓની ઓળખ ચકાસવામાં આવી ત્યારે આ યુવક હિન્દુ નામ ધારણ કરીને પ્રવેશ્યો હોવાનું સામે આવ્યું હતું. આવા યુવકો ગરબાના પ્લોટમાં કોઈ અસામાજિક કે અનૈતિક પ્રવૃત્તિઓ ન કરે તે માટે આ ચકાસણી કરવામાં આવે છે. આ ઘટના બાદ બજરંગ દળે તે યુવકને સબક શીખવાડ્યો હતો અને તેને પાર્ટી પ્લોટમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યો હતો. આ પ્રકારના કિસ્સાઓ ગાંધીનગરમાં પણ સામે આવ્યા છે, જ્યાં છેલ્લા બે દિવસમાં ત્રણ વિધર્મી યુવકો હિન્દુ નામ ધારણ કરીને પકડાયા છે.

આ ઘટનાઓ સમાજમાં ગરબાના આયોજન સ્થળોએ જાગૃતિ અને સુરક્ષા વધારવાની જરૃરિયાત દર્શાવે છે. ગરબાના આયોજકો માટે પણ આ એક શીખ છે કે પ્રવેશ સમયે દરેક વ્યક્તિના ID કાર્ડની યોગ્ય રીતે ચકાસણી કરવામાં આવે. સાંસ્કૃતિક પવિત્રતા જાળવવાનો અને ધાર્મિક લાગણીઓને ઠેસ ન પહોંચાડવાનો આ પ્રયાસ આવકારદાયક છે. આવા કિસ્સાઓ રોકવા માટે તંત્ર અને સમાજ બંનેએ સાથે મળીને કામ કરવું પડશે. આશા છે કે, ભવિષ્યમાં આવા બનાવો ન બને અને સૌ કોઈ નિર્ભયતાથી આસ્થાના પર્વની ઉજવણી કરી શકે.

(9:57 PM IST)