<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

વસ્ત્રાપુર તળાવના બ્યુટીફિકેશનની કામગીરી દરમિયાન બે શ્રમિકોને કરંટ લાગ્યો

તળાવોના બ્યુટીફિકેશનની કામગીરી શરૃ કરવામાં આવીઃબંનેમાંથી એક શ્રમિકને હાલમા વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે આ ઘટનામાં બેદરકારી કોની તે અંગે સવાલો ઉભા થયાં છે

અમદાવાદ,તા.૨૪

અમદાવાદમાં મહાનગર પાલિકા દ્વારા તળાવોના બ્યુટીફિકેશનની કામગીરી શરૃ કરવામાં આવી છે. વસ્ત્રાપુર તળાવના બ્યુટીફિકેશનની કામગીરી દરમિયાન ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. કામગીરી દરમિયાન બે શ્રમિકોને કરંટ લાગતા દોડાદોડી મચી જવા પામી હતી. બંને શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં બેદરકાર કોણ તે અંગે અનેક સવાલો ઉભા થયાં છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના વસ્ત્રાપુર તળાવના બ્યુટીફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન બે શ્રમિકોને અચાનક કરંટ લાગતા દોડધામ મચી જવા પામી હતી.

બંને શ્રમિકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. ચેતન અને કૌશિક નામના શ્રમિકોને કરંટ લાગ્યો હતો. બંનેમાંથી એક શ્રમિકને હાલમા વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે. આ ઘટનામાં બેદરકારી કોની તે અંગે સવાલો ઉભા થયાં છે.

અમદાવાદમાં વસ્ત્રાપુરના ૨૦ વર્ષ જૂના તળાવનું રિડેવલપમેન્ટ શરૃ કરવામાં આવ્યું છે. તળાવમાં ઉંદરોનાં ત્રાસથી અપર વોક વે અને તળાવ ફરતેની દિવાલમાં ખાડા પડી ગયા હતાં. ઉલ્લેખનીય છે કે,વર્ષ ૨૦૦૩ પહેલાં ઔડા દ્વારા વસ્ત્રાપુર તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને મહાનગર પાલિકાની હદમાં ૨૦૦૬ પછી નવા પશ્ચિમ ઝોનના પાલિકા અને પંચાયતોના વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ઔડા દ્વારા વસ્ત્રાપુર તળાવ અમદાવાદ મહાનગર પાલિકાને સોંપવામાં આવ્યું હતું.

(9:58 PM IST)