News of Wednesday, 24th September 2025
ગુજરાતમાં ૨૭ સપ્ટેમ્બરથી ભારે વરસાદની શક્યતા: બંગાળની ખાડીમાંથી સાયકલોનિક સિસ્ટમ્સની અસર
આ સિસ્ટમ્સ મહારાષ્ટ્રમાંથી પસાર થઈને ગુજરાતમાં પ્રવેશ કરી શકે જેથી ૨૮ સપ્ટેમ્બર પછી ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ પડી શકે: દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને અન્ય વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે

રાજકોટ : આગામી ૨૭થી વલસાડ, નવસારી, સુરત, વાપી, બારડોલી, વ્યારા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે તોફાની વરસાદની શક્યતા: ૨૮ સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રમાં રાજકોટ, ભાવનગર, અમરેલી, સાબરકાંઠા, બનાસકાંઠા, જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લાઓમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે
બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ્સ તીવ્ર બની, ૪૮-૭૨ કલાકમાં મહારાષ્ટ્ર અને ગુજરાત તરફ આગળ વધશે, જેથી પશ્ચિમ મહારાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની સંભાવના તેમ ઓલ ઇન્ડિયા વેધર જણાવે છે
સાઇક્લોનિક સિસ્ટમ્સની અસરથી ઓડિશામાં ૨૭મી સુધી, છત્તીસગઢમાં ૨૪ અને ૨૫મીએ, કોસ્ટલ આંધ્ર અને તેલંગાણામાં ૨૬ અને ૨૭મીએ, વિદર્ભમાં ૨૫મીએ, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવામાં ૨૬થી ૩૦ સુધી અને મરાઠવાડામાં ૨૭મીએ ભારેથી અતિ ભારે વરસાદની આઈએમડીએ આગાહી કરી છે
હવામાન નિષ્ણાત વજુભાઈ બારૈયા (ગામ વાશીયાળી, તાલુકો સાવરકુંડલા)ના અહેવાલ અનુસાર, બંગાળની ખાડીમાં ચક્રવાતી તંત્ર ૨૭ સપ્ટેમ્બરથી ૪ ઓક્ટોબર સુધી સક્રિય થશે અને તે ૨૭મીએ દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ કરશે. આનાથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે તોફાની વરસાદ પડી શકે છે. વજુભાઈના અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, ૨૭ સપ્ટેમ્બરથી વલસાડ, નવસારી, સુરત, વાપી, બારડોલી, વ્યારા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે તોફાની વરસાદની શક્યતા છે.
૨૮ સપ્ટેમ્બરે આ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, સાબરકાંઠા, બનાસકાંઠા, જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લાઓમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. વડોદરા સહિતના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. બાકીના વિસ્તારોમાં અમુક જગ્યાએ હળવો તો અમુક જગ્યાએ ગાજવીજ સાથે તોફાની વરસાદની શક્યતા છે.
સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીમાં ૪૦થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે.
ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે,
જ્યારે મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
કચ્છમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવો અને અમુક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. દરમિયાન ભારતીય હવામાન વિભાગ (આઈ એમ ડી)ના તાજા અહેવાલ અનુસાર, બંગાળની ખાડીમાં ઉત્તર ઓડિશા અને આસપાસના વિસ્તારોમાં લો પ્રેશર એરિયા સક્રિય છે, જે પશ્ચિમ તરફ આગળ વધીને ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે.
આ સાઇક્લોનિક સિસ્ટમની અસરથી ઓડિશામાં ૨૭મી સુધી, છત્તીસગઢમાં ૨૪ અને ૨૫મીએ, કોસ્ટલ આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ૨૬ અને ૨૭મીએ, વિદર્ભમાં ૨૫મીએ, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવામાં ૨૬થી ૩૦ સપ્ટેમ્બર સુધી અને મરાઠવાડામાં ૨૭મીએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. એક હવામાન નિષ્ણાતના અહેવાલ પ્રમાણે, આ સિસ્ટમ્સ મહારાષ્ટ્રમાંથી પસાર થઈને ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે, જેથી ૨૮ સપ્ટેમ્બર પછી ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને અન્ય વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. ઓલ ઇન્ડિયા વેધરના અહેવાલમાં જણાવાયું છે કે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ તીવ્ર બની શકે છે અને તે ૪૮-૭૨ કલાકમાં મહારાષ્ટ્ર અને ગુજરાત તરફ આગળ વધશે, જેથી પશ્ચિમ મહારાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. અંગ્રેજી અખબારો અને અન્ય સ્ત્રોતો અનુસાર, આ સિસ્ટમ્સને લીધે મોન્સૂનનું પાછું ખેચાવાનું મોડું થઈ શકે છે અને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને દક્ષિણ ગુજરાતમાં ૨૭મીએ ભારે વરસાદની તીવ્રતા જોવા મળી શકે છે. ભાસ્કર ઇંગ્લિશના અહેવાલમાં નવરાત્રિ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેમાં બંગાળની ખાડીમાં ચક્રવાતી સિસ્ટમની અસરને કારણે વાવાઝોડા અને તીવ્ર પવનની આગાહી છે. અથ્રેયા શેટ્ટીના અહેવાલ અનુસાર, વિદર્ભમાં ૨૫-૨૬મીએ ભારે વરસાદ, મરાઠવાડામાં ૨૭-૨૮મીએ અતિ ભારે વરસાદ અને મધ્ય મહારાષ્ટ્રમાં પણ તીવ્ર વરસાદની આગાહી છે, જે ગુજરાત તરફના પ્રભાવને સૂચવે છે. આ તમામ આગાહીઓને ધ્યાનમાં રાખીને, ખેડૂતો, માછીમારો અને નાગરિકોને સાવચેતી રાખવાની અને અધિકારીઓની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.
અહીં આપેલ વેધર સેટેલાઈટ ઇનસેટની અત્યારે બુધવારે રાત્રે ૯.૪૦ કલાકની લેવાયેલ તસ્વીરમાં બંગાળની ખાડીમાં હવામાન બંધાતું જતું હોવાનું નજરે પડે છે. સૌરાષ્ટ્ર ઉપર હળવા છુટા છવાયા વાદળા જોવા મળે છે
(10:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
