News of Thursday, 25th September 2025
સુરતના સારોલી પોલીસે હાઈબ્રીડ ગાંજા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા: 78.93 લાખની કિમંતનો હાઈબ્રીડ ગાંજો જપ્ત
પકડાયેલા બંને આરોપીઓ ભાવનગર જિલ્લાના પાલીતાણાના વતની: ગાંજાનો જથ્થો મુંબઈથી ઇમરાન પાસેથી લાવ્યા હતા અને વસીમ રફીક મેહતરે આ ગાંજાનો જથ્થો મંગાવ્યો હતો

સુરત : સારોલી પોલીસે હાઈબ્રીડ ગાંજા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા છે પોલીસે 78.93 લાખની કિમંતના 2.613 કિલોગ્રામ હાઈબ્રીડ ગાંજો જપ્ત કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ આ ઘટનામાં બે ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ સુરતમાં સારોલી પોલીસની ટીમે નિયોલ ચેકપોસ્ટ પાસેથી આરોપી મયુદીન અકબરભાઈ ચાવડા (ઉ.20)અને આબિદ હાજીભાઇ શ્રીમાળી (ઉ.28)ને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓની પાસેથી 78.39 લાખની કિમંતનો 2.613 કિલોગ્રામ હાઈબ્રીડ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો. પકડાયેલા બંને આરોપીઓ ભાવનગર જિલ્લાના પાલીતાણાના વતની છે. પોલીસે હાઈબ્રીડ ગાંજાનો જથ્થો, બે મોબાઈલ ફોન મળી કુલ 78.56 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓ આ ગાંજાનો જથ્થો મુંબઈથી ઇમરાન નામના ઇસમ પાસેથી લાવ્યા હતા અને વસીમ રફીક મેહતર નામના ઇસમેં આ ગાંજાનો જથ્થો મંગાવ્યો હતો. જેથી પોલીસે વસીમ અને ઇમરાનને વોન્ટેડ જાહેર કરી આ મામલે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નીયોલ ચેકપોસ્ટ આવેલી છે, જ્યાંથી બે ઇસમો ગાંજો લઈને પસાર થનાર છે એ પ્રમાણેની બાતમી સારોલી પોલીસ સ્ટેશનને મળેલ. જે સંદર્ભે ત્યાં નાકાબંધી ચાલુ હતી, દરમિયાન જે શખમન વર્ણન વાળા ઇસમો આવતા એ લોકોને ચેક કરતા એમની પાસેથી 25 ઉગ્રુ લગભગ 2 કિલો અને 600 ગ્રામ ઉપરાંતનો હાઇબ્રીડ ગાંજો મળી આવેલ છે. જેની જે માર્કેટ પ્રાઇસ છે એ અંદાજે 78 લાખ ઉપરાંતની થાય છે. એ સિવાય એમની પાસેથી બે મોબાઈલ અને ત્રણ સિમકાર્ડ મળી આવેલા છે. જેથી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અને આ લોકોની ધરપકડ કરેલ છે.
આ ઇસમો છે એનું નામ છે મયુદ્દીન અને જે બીજો છે એ આબિદ, એ બંને ભાવનગર જિલ્લાના પાલીતાણાના રહેવાસી છે. અને આજે મયુદ્દીન છે એ પોતે એક સાદિક સિલેક્શન કરીને કપડાની દુકાન ધરાવે છે પાલીતાણામાં અને જે આબિદ છે એને એક બેટરીની દુકાન છે. એટલે હાલ પોલીસ મુદ્દામાલ કબજે કરી અને રિમાન્ડ લેવાની પ્રોસેસ હાથ ધરેલ છે. આ જે મુદ્દામાલ છે એ મુંબઈથી લાવ્યા હોય એવી હાલ અમને હકીકત જણાવેલ છે. અને એમને અહીંયા જ સુરતમાં જ એક ઇસમ છે વસીમ કરીને, એને એ લોકો ડિલિવરી આપવાના હતા એવું હાલ પ્રાથમિક તપાસમાં જણાઇ આવેલ છે. આમનો ગુનાહિત ઇતિહાસ હાલ જે તપાસ કરતા કોઈ જણાવેલ આવેલ નથી, પણ વધુ તપાસમાં કંઈ જણાઈ આવશે તો પોલીસ એ પ્રમાણે કાર્યવાહી કરશે.
(12:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
