તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th September 2025
સુરતના અમરોલીમાં રસ્તા પરના ખાડાને કારણે અકસ્માત : ટ્રેલર નીચે ચગદાઈ જતા યુવકનું ઘટનાસ્થળે જ મોત
અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ: અમરોલી પોલીસે કન્ટેનરચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી

સુરતના અમરોલી વિસ્તારમાં રસ્તા પરના ખાડાને કારણે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક 35 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે અને બે યુવકને ઈજાઓ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
સુરતના અમરોલી વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બાઇક પર ત્રણ યુવકો જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં પડેલા એક ખાડાને કારણે તેઓની બાઈક સ્લીપ થઇ ગઈ હતી અને તેઓ રોડ પર પટકાયા હતા. આ દરમ્યાન પાછળથી આવા રહેલા કન્ટેનર નીચે તેઓ ચગદાઈ ગયા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત એક 35 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને અન્ય બે યુવકોને સામાન્ય ઇજા થતા તેઓને હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. અમરોલી પોલીસે કન્ટેનરચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
(1:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
