તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th September 2025
કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં વિંછીયામાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત મહાશ્રમદાન
વિંછીયા તાલુકાના અમરાપુર ખાતે દીનદયાળજીને પુષ્પાંજલિ કાર્યક્રમ અને ‘એક પેડ માં કે નામ' અંતર્ગત વૃક્ષારોપણ

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા.૨૫: ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય તેમજ જળશક્તિ મંત્રાલય ના પેય જળ અને સ્વચ્છતા વિભાગ દ્વારા સંયુક્ત રીતે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ હેઠળ તારીખ ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૫ થી ૩૧ ઓક્ટોબર ૨૦૨૫ સુધી કરવામાં આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત આજે પંડીત દિનદયાલજીના જન્મદિન નિમિત્તે વિંછીયા ખાતે મહાશ્રમદાનનું આયોજન કરવામાં આવેલ છે જેમાં રાજ્ય સરકારના મંત્રી અને આ વિસ્તારના ધારાસભ્ય કુંવરજીભાઈ એમ. બાવળીયા ખાસ ઉપસ્થિત રહેશે.
આ ઉપરાંત વિંછીયા તાલુકાના અમરાપુર ખાતે શ્રી દીનદયાળજીના જન્મદિન નિમિતે પુષ્પાંજલિ અર્પણ કરી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી એ કરેલ આહ્વાન ‘એક પેડ માં કે નામ' અંતર્ગત વળક્ષારોપણ કાર્યક્રમ રાજ્ય સરકારના મંત્રી અને આ વિસ્તારના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં યોજાયેલ છે. આ કાર્યક્રમમાં ભાજપના સંગઠનના કાર્યકરો અને બહોળી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહેશે
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
