તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th September 2025
ટેકાના ભાવે મગફળી માટે ૯.૩૧ લાખ ખેડૂતોની નોંધણીઃ લાભ પાંચમથી ખરીદી
વિક્રમસર્જક સંખ્યામાં ખેડૂતો નોંધાયાઃ મણના રૂા.૧૪૫૨ ટેકાનો ભાવઃ કૃષિમંત્રી રાઘવજી પટેલની અકિલા સાથે વાતચીત ખરીદીના માધ્યમ તરીકે એજન્સી અને ખેડૂતદિઠ મહતમ ખરીદીનો નિર્ણય ટુંક સમયમાં થશેઃ તડામાર પૂર્વ તૈયારી

રાજકોટ તા.રપઃ રાજય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે ખેડૂતો પાસેથી ઓનલાઇન અરજીઓ માંગવામાં આવેલ. તેની મુદત પૂરી થઇ ગઇ છે. અત્યાર સુધીમાં ૯.૩૧ લાખ ખેડૂતો નોંધાયા છે તે આંકડો વિક્રમસર્જક છે. ગયા વર્ષે ખેડૂતોને મગફળીના સારા ભાવ મળેલ અને ટેકાના ભાવે વેંચેલ મગફળીના નાણા ગણતરીના દિવસોમાં મળી ગયેલ તેથી આ વખતે મગફળીનું વાવેતર વધ્યુ છે. રાજયના કૃષિમંત્રીશ્રી રાઘવજી પટેલએ સંભવત લાભ પાંચમથી (તા.૨૬ ઓકટોબર)થી ટેકાના ભાવે મગફળી ખરીદીનો સરકારનો ઇરાદો સ્પષ્ટ કર્યો છે. ખરીદીની તારીખ, ખરીદીના માધ્યમ તરીકેની સંસ્થા અને ખેડૂત દિઠ ખરીદીના પ્રમાણની જાહેરાત ટૂંક સમયમાં થઇ જશે.
આજે કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે ગયા વર્ષે ૩.૭૪ લાખ ખેડુતોએ મગફળી વેચવા સરકાર સમક્ષ નોંધણી કરાવેલ. સરકારે ૧ર લાખ ર૦ હજાર મેટ્રીક ટન મગફળી ખરીદેલ. આ વખતે ૯.૩૧ લાખ ખેડુતોએ નોંધણી કરાવી છે. ટેકાના ભાવ માટે આટલી મોટી સંખ્યામાં પ્રથમ વખત નોંધણી થઇ છે. ટેકાનો ભાવ મણનો રૂા.૧૪૫૨ છે. રાજય સરકારે ૩૦ લાખ મેટ્રિક ટન ખરીદી માટે કેન્દ્રની મંજુરી માંગી છે. કેન્દ્ર જેટલો જથ્થો ફાળવશે તેના આધારે ખેડૂત દિઠ મહતમ મગફળી ખરીદીનું પ્રમાણ નકકી થશે. મગફળી ખરીદીની એજન્સી નકકી કરવાની પ્રક્રિયા ચાલુ છે. સંભવત લાભ પાંચમથી ખરીદી શરૂ કરવાની ગણતરી છે.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
