News of Thursday, 25th September 2025
જી.એસ.ટી.માં રાહત એટલે ઘર-ઘરમાં બચત અને ધંધામાં સરળતાઃ નરહરિ અમીન

રાજકોટ તા. રપ :.. અમદાાવદના નારણપુરા વિસ્તારમાં જીએસટી બચત ઉત્સવમાં રાજયસભાના સભ્ય શ્રી નરહરિ અમીને હાજરી આપી પ્રજાલક્ષી ઉત્તમ નિર્ણય માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને અભિનંદન આપ્યા હતાં.
શ્રી નરહરિ અમીને વડાપ્રધાનના પ્રજાજોગ પત્રનો ઉલ્લેખ કરી જણાવેલ કે તહેવારોની મોસમાં જીએસટી ઉત્સવ ઉજવવા માટે તમામ નાગરિકોને વડાપ્રધાને પત્ર લખ્યો છે. જીએસટી દરમાં ઘટાડો એટલે દરેક ઘર માટે વધુ બચત અને વ્યવસાયો માટે વધુ સરળતા સૌ પ્રજાજનો તેનો લાભ લઇ સ્વદેશીની ભાવના વધુ બળવાન બનાવે તેવી અપીલ છે.
આ પ્રસંગે રાજ્યસભા નરહરિ અમીન, નારણપુરા વોર્ડના મ્યુ. કાઉન્સિલર દર્શનભાઈ શાહ, ભાજપ યુવા મોરચા ઙ્કમુખ શાલીન શાહ ની ઉપસ્થિતિમાં નારણપુરા વિધાનસભામાં જીએસટી બચત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. વડાપ્રધાનશ્રીનાં સંકલ્પ ‘વોકલ ફોર લોકલ' સ્વદેશી વસ્તુઓ અપનાવવાની વાત કરવામાં આવી.જેમાં નારણપુરા વિસ્તારનાં વેપારીઓને મળીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની સરકાર દ્વારા જે ઞ્લ્વ્ ઘટાડવામાં આવ્યો છે તેનો લાભ પ્રજાજનોને મળી રહ્યો છે. તે બાબતે વેપારીઓ સાથે ચર્ચા કરવામાં આવી અને વેપારીઓ દ્વારા નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.
ભાજપ મીડિયા સેલ કન્વીનર હિતેશ પટેલ (પોચી), આર. સી. પટેલ, પંકજભાઈ દેસાઈ, નારણપુરા વિસ્તારનાં કાર્યકરો, યુવા મોરચાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
(2:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
