News of Thursday, 25th September 2025
શિક્ષણ ક્ષેત્રે તોળાતા મોટા વહીવટી ફેરફારોઃ પ૦૦ શિક્ષકોને આચાર્ય ક્ક્ષાએ બઢતી મળશે
વર્ગ-રમાં અભૂતપૂર્વ સંખ્યામાં દીપાવલીની ભેટરૂપ બઢતી આપવાની તૈયારી

રાજકોટ તા ૨૫: રાજ્ય સરકાર દ્વારા સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના લાયકાત ધરાવતા શિક્ષકોને વર્ગ-૨ માં આચાર્ય કક્ષાએ બઢતી આપવાની પ્રક્રિયા અંતિમ ચરણમાં હોવાના નિર્દેશ છે. કુલ ૫૦૦ જેટલા શિક્ષકોને દિવાળીની ભેટરૂપ બઢતી મળી શકે છે .
સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ માધ્યમિક વિભાગના ૨૫૦ અને ઉચ્ચ માધ્યમિક વિભાગના ૨૫૦ મળીને કુલ ૫૦૦ જેટલા સરકારી શિક્ષકોને બઢતી આપવાની પ્રક્રિયા ચાલી રહી છે .સરકારી શાળાઓમાં આચાર્ય તરીકે અથવા શિક્ષણ અધિકારી કચેરીમાં વર્ગ-૨ ના વહીવટી અધિકારી તરીકે નિમણૂક આપવામાં આવશે .માધ્યમિક કક્ષાએ ઓછામાં ઓછા નવ વર્ષ અને ઉચ્ચ માધ્યમિક કક્ષાએ ઓછામાં ઓછા સાત વર્ષ શિક્ષક તરીકે નોકરી કરી હોય તેને વર્ગ ત્રણમાંથી વર્ગ-૨ માં બઢતી મળવાપાત્ર છે .એક સાથે ૫૦૦ જેટલા શિક્ષકોને બઢતી મળે તેવું ગુજરાતના શિક્ષણ વિભાગના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત બનશે .વર્ગ-૨ ની બઢતીથી ભરવાપાત્ર લગભગ તમામ જગ્યાઓ ભરાઈ જશે .દિવાળી પહેલા જ હુકમ થઈ જાય તેવી પ્રબળ શકયતા છે.
(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
