<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th September 2025

અને લાચાર દંપતિનો કરોડોનો બંગલો ખાલી કરી, એ માથાભારે શખ્‍સે માફી માંગી ચાવી સુપ્રત કરી દીધી

જેના નામ માત્રથી ભલભલા ધ્રુજી ઉઠતી તેવી સદામ ગેંગને જાણ થઈ કે સીપી અનુપસિંહ ગેહલોતે ફરિયાદીને ન્‍યાય અપાવવા વચન આપ્‍યું છે, અને અશકય શકય બની ગયું એક અકેલા સુરતના તમામ ગુંડા પર ભારી એવા sog પીઆઇ અતુલ સોનારાએ તેડું મોકલી ત્‍યાં ડીસીપી રાજદીપસિંહ નકુમ પણ હાજર રહેવાના છે, તે જાણી કબજો રાખનારના મોતિયા મરી ગયેલ

રાજકોટ, તા.૨૫: સુરતમાં એક સમયે જેના નામ માત્રથી ભલભલા લોકો ધ્રૂજી ઉઠતા તેવી  સદામ ગેંગ દ્વારા એક તબીબ દંપતિનો સાડાત્રણ કરોડથી વધુ રકમનો બંગલો પચાવી તબીબ દંપતિ માટે સમગ્ર જીવનની પુંજી આંચકી લેવા જેવી ઘટના ઘટતા, રાંદેર વિસ્‍તારના આ દંપતિ ઠેર ઠેર ભટકયા પણ જેમનો ભારે ખોફ છે, એવી સદામ ગેંગનું નામ સાંભળતા કોઈ આગળ આવવાની હિંમત કરતું ન હતું.

દરમિયાન કોઈ દ્વારા તેમને પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતને મળવા જણાવી એવું કહ્યું કે, એ જરૂર તમને મદદ કરશે. અત્રે એ યાદ રહે કે સદામ ગેંગની થોડી સમય પહેલા જ પોલીસ કમિશનર દ્વારા શહેર ભરના કોઈપણ વિસ્‍તારના કોઈ પણ માથાભારે તત્‍વો કાયદો જાહેર હાથમાં લે તે સમયે આવા લોકોને ભૂતકાળની રાજકોટ સ્‍ટાયલથી આગવી ઢબે સરભરા કરવાની જવાબદારી એક અકેલા સબ પે ભારી જેવા રાજકોટ ફરજ બજાવી ચૂકેલા પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર અતુલ સોનારાને તેમના  રાજદીપસિંહ નકુમને સુપ્રત કરી.

વિશાળ નેટ વર્ક ધરાવતા સદામ ગેંગને તબીબ દંપતિ પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતને મળ્‍યાનું અને હવે ડીસીપી રાજદીપસિંહ નકુમ અને પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર SOG અતુલ સોનારા શુ કરશે? તેનો ખ્‍યાલ તુર્ત આવી ગયેલ. બીજી તરફ એ મકાનમાં રહેતા એક બીજા માથાભારે તત્‍વને પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર અતુલ સોનારા દ્વારા તેડું મોકલાયું, બીજી તરફ પોલીસ કમિશનર દ્વારા તમામ સામે ગુજસીટોક લગાડવા સૂચના પણ આપી, આ તરફ એ બંગલામાં કબજો કરી રહેતા માથાભારે તત્‍વને એ સમજતા વાર ન લાગી કે પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર અતુલ સોનારાનું તેડું સામાન્‍ય ન હોય, મેસેજમાં એવું પણ કહેવાયુ કે સમયસર આવે ડીસીપી સાહેબ પણ હાજર રહેવાના છે, એ વ્‍યક્‍તિ આવી અને સીધી માફી માંગી અને બંગલાની ચાવી સોંપી આપી, તબીબ દંપતિ રડતી આંખે મીઠાઈ સહિત દોડી આવી પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર અતુલ સોનારા અને ડીસીપી રાજદીપસિંહ નકુમનું મોં મીઠું કરાવ્‍યું, અને પોતે પોલીસ કમિશનર હસ્‍તે બંગલાની ચાવી લેવા માંગે છે તેવી વિનંતી કરી હતી.

ડીસીપી રાજદીપસિંહ નકુમ દ્વારા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને જાણ કરતાં તેઓ દ્વારા આ ચાવી સુપ્રત કરી, એ તબીબ દંપતિને પોલીસ કમિશનર, ડીસીપી અને પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટરમા દેવદૂતના દર્શન થયા. (રર.૨૦)

(4:04 PM IST)