<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th September 2025

અમદાવાદના કણભા વિસ્તારમાંથી મોટી માત્રામાં ડુપ્લીકેટ ઘીનો જથ્થો ઝડપાયો :જીગર પ્રજાપતિની ધરપકડ કરાઈ

ગ્રામ્ય sog પોલીસે ઔષધિ વિભાગના અધિકારીને સાથે રાખી દરોડા પાડ્યા : ગોડાઉન માંથી 1.56 લાખથી વધુની કિંમતનું 223.200 કિલો ડુપ્લીકેટ ધી કબજે કર્યું

અમદાવાદના કણભા વિસ્તારમાંથી મોટી માત્રામાં ડુપ્લીકેટ ઘીનો જથ્થો ઝડપાયો છે. અર્બુદા પ્રોડક્ટનો સંચાલન ગોડાઉનમાં ઘીનું વેચાણ કરતો હતો. ગ્રામ્ય  એસઓજી પોલીસે ઔષધિ વિભાગના અધિકારીને સાથે રાખી દરોડા પાડ્યા હતા . ગોડાઉન માંથી 1.56 લાખથી વધુની કિંમતનું 223.200 કિલો ડુપ્લીકેટ ધી કબજે કર્યું છે. 3 લાખથી વધુની કિંમતનું 543 કિલો ઘી નો નાશ કરવામાં આવ્યો છે. ઔષધિ વિભાગ દ્વારા ડુપ્લીકેટ ઘીનું સેમ્પલ લઈ કાર્યવાહી શરૂ કરી છે પોલીસે ધી વેચાણ કરનાર જીગર પ્રજાપતિની ધરપકડ કરી છે .

(6:59 PM IST)