તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th September 2025
અમદાવાદના નિકોલમાંથી SOGએ 50 લાખનો હાઈબ્રીડ ગાંજો ઝડપ્યો: 500 ગ્રામ્ય હાઈબ્રીડ ગાંજા સાથે બે યુવકની ધરપકડ
રવીને ડ્રગની આદત હતી. બંને મિત્રો સહદેવ પાસેથી ગાંજો લાવ્યા હતા

અમદાવાદના નિકોલમાંથી SOG એ 50 લાખનો હાઈબ્રીડ ગાંજો ઝડપ્યો છે. રખિયાલ ધરણીધર એસ્ટેટમાંથી 500 ગ્રામ્ય હાઈબ્રીડ ગાંજા સાથે બે યુવક ની ધરપકડ કરી છે. પ્રતીક કુમાવત અને રવિ પટેલ ગાંજાના જથ્થા સાથે ઝડપાયા હતા . પ્રતીક CG રોડ પર માર્કેટિંગ કંપનીમાં કામ કરે છે. રવીકુમાર સુરત પ્રિન્ટ કંપનીમાં નોકરી કરે છે. રવિની માતા નિકોલમાં રહેતા હોવાથી તેમને મળવા આવ્યો હતો. રવીને ડ્રગની આદત હતી. બંને મિત્રો સહદેવ પાસેથી ગાંજો લાવ્યા હતા. સહદેવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બંને મિત્રો પાન પાર્લર પર મળ્યા હતા. વોન્ટેડ આરોપી સહદેવની ઓળખણ બંને મિત્રો સાથે રણુંજા ખાતે થઈ હતી. Sog એ બંને આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે .
(7:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
