News of Thursday, 25th September 2025
અમદાવાદમાં 15 વર્ષીય સગીરા સાથે ગેંગરેપ: પાડોશમાં રહેતા ચાર યુવકોએ દુષ્કર્મ આચર્યું
આરોપી અક્ષય સાઈકો કિલર વિપુલ સાથે બાઈક ચોરીના ગુનામાં સંડોવાયેલો હતો. બંને જણાએ સાથે મળીને બાઇક ચોરી કર્યું હતું,

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં 15 વર્ષીય સગીરા સાથે ગેંગરેપની ઘટના બની. સગીરા જે સોસાયટીમાં રહેતી હતી તે સોસાયટીના જ યુવક અને તેના મિત્રોએ મળીને 4 મહિના પહેલા સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જો કે, સગીરા કઈ બોલતી ન હોવાથી પરિવારે પુછપરછ કરતા ભાંડો ફૂટ્યો હતો
આરોપી અક્ષય સાઈકો કિલર વિપુલ સાથે બાઈક ચોરીના ગુનામાં સંડોવાયેલો હતો. બંને જણાએ સાથે મળીને બાઇક ચોરી કર્યું હતું, જેમાં પોલીસે અક્ષયની ધરપકડ કરી હતી. જે થોડા દિવસ અગાઉ જ જામીન પર છૂટ્યો હતો.
અમદાવાદમાં શાહીબાગમાં રહેતી 15 વર્ષીય સગીરા સ્કૂલમાં અભ્યાસ કરે છે. સગીરાને ચાર મહિના અગાઉ તેની સોસાયટીમાં રહેતા પરિચિત યુવકે પોતાના ઘરે બોલાવી હતી. જોકે સગીરાને ઘરે બોલાવ્યા બાદ યુવકના ઘરે અગાઉથી જ તેના અન્ય ત્રણ મિત્રો પણ હાજર હતા. સગીરા યુવકના ઘરમાં આવતા ચારે યુવકોએ ભેગા મળીને સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચાર્યું હતું. જે બાદ બનાવ અંગે સગીરાને કોઈને જાણ ના કરવા પણ કહ્યું હતું.
(7:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
