<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th September 2025

સુરત ટ્રાફિક રીજીયન-3ના ટીઆરબી જવાન પિયુષ રાજપૂત અને ધર્મેશ ભરવાડ 15 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા : જુઓ વિડીયો

ફરિયાદી તથા તેમના ગૃપનાં કુલ -૩૦ વાહનોને ટ્રાફિક રીજીયન 3 માંથી પસાર થતી વખતે ખોટીરીતે હેરાનગતિ નહિ કરવાનાં બદલામાં માસિક હપ્તા પેટે લાંચ માંગી

સુરત ટ્રાફિક રીજીયન-3ના ટીઆરબી જવાન પિયુષ રાજપૂત અને ધર્મેશ ભરવાડ 15 હજારની લાંચ લેતા  સાંઇ પોઇન્ટ, સરકારી પાણીની ટાંકી પાસે, સી.આર.પાટીલ રોડ , ડિંડોલી, સુરત
ખાતે રંગેહાથ ઝડપાયા છે 

ફરિયાદી તથા તેમના ગૃપનાં કુલ -૩૦ વાહનોને ટ્રાફિક રીજીયન 3 માંથી પસાર થતી વખતે ખોટીરીતે હેરાનગતિ નહિ કરવાનાં બદલામાં માસિક હપ્તા પેટે લાંચ માંગી હતી 

   આ કામનાં ફરીયાદી પાસે પોતાનાં ત્રણ ટેમ્પો વાહનો છે અને સુરતમાં કાપડ હેરાફેરીનો વ્યવસાય કરે છે .
આ કામના આરોપી નંબર—૧ સુરત શહેર ટ્રાફિક રીજીયન-3 ના સ્કોડમાં ફરજ બજાવે છે ,અને પોતે રીજીયન 3 નાં વહીવટદાર હોવાનું જણાવી ફરિયાદીના તથા તેમના ગૃપ નાં  કુલ -૩૦ વાહનોને ટ્રાફિક રીજીયન 3  માંથી પસાર થતી વખતે ટ્રાફિક ના કર્મચારીઓ દ્વારા ખોટીરીતે હેરાનગતિ નહિ કરવાનાં બદલામાં દર મહિને એક four wheeler ના ૧૦૦૦ અને Three wheeler ના 700 રૂપિયા ની માંગણી કરેલ હતી, અને  ફરિયાદી દ્વારા રકઝક કરતાં દરેક વાહન દીઠ રૂપિયા 500 આપવાનુ નક્કી થયેલ હતુ.
  પરંતુ આ લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોઈ એ. સી. બી. નો સંપર્ક કરી ફરિયાદ આપતાં આજરોજ લાંચનું છટકું ગોઠવવામાં આવેલ હતું.
  છટકા દરમ્યાન આરોપી નંબર-૧  નાએ ફરીયાદી ને આરોપી નં-૨ ને લાંચના નાણા આપી દેવા ટેલીફોનીક જણાવતાં , આરોપી નં-૨ એ ફરિયાદી પાસે થી  લાંચના નાણાં મેળવી, આરોપી નંબર-૧ ને લાંચના નાણાં મળી ગયેલ હોવા અંગે ટેલીફોનીક જાણ કરી આરોપી નંબર 2 રંગેહાથે પકડાઈ ગયેલ છે.
ટ્રેપીંગ અધિકારી તરીકે એસ.એન.બારોટ,  પોલીસ ઇન્સ્પેકટર,  ફિલ્ડ-3(ઇન્ટે. વિંગ), એ.સી.બી. અમદાવાદ તથા એ.સી.બી. સ્ટાફ જયારે સુપરવિઝન અધિકારી તરીકે એ.વી.પટેલ, મદદનીશ નિયામક, ફિલ્ડ-3(ઇન્ટે. વિંગ), એ.સી.બી. અમદાવાદ રહ્યા હતા  


 

(9:54 PM IST)