News of Thursday, 25th September 2025
ગાંધીનગર ખાણ ખનિજ વિભાગનો સપાટો : એક સપ્તાહમાં 19 વાહનો જપ્ત કરી 6.30 કરોડના મુદ્દામાલ ઝડપ્યો
ગાંધીનગરના જિલ્લામાં ખનિજ ચોરી કરતા ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરી અટકવવા વિવિધ પગલાં લેવાઈ રહ્યા છે ખનીજ ચોરો સામે કડક કાર્યવાહી થઇ રહી છે આ દરમિયાન ગાંધીનગરના જિલ્લામાં ખનિજ ચોરી કરતા ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ખનિજ ચોરીની ગેરરીતિ અટકાવવા હાથ ધરાયેલ કામગીરીમાં રોયલ્ટી પાસ વગરના 6 અને ઓવરલોડ ખનિજનુ વહન કરતા 13 વાહન સહીત કુલ 19 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. આ જપ્ત કરાયેલા વાહનોમાં રૂપિયા 6.30 કરોડનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.
(11:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
